શ્રીલંકા સામે આજે પહેલી ટી-20, ધોનીનો માનીતો આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો બન્ને ટીમની ઈલેવન
સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકા પ્રવાસમાં મોટાભાગના ખેલાડીઓ યુવા છે, કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડ બને તેટલો વધુ યુવાઓને મોકો આપવા માંગે છે.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આજે પ્રથમ ટી20 મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. અગાઉ વનડે સીરીઝમાં ભારતીય ટીમ 2-1થી કબજો જમાવી ચૂકી છે, ત્યારે ટી20માં શ્રીલંકા વિજય મેળવીને હિસાબ બરાબર કરવા પ્રયાસ કરશે.
સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકા પ્રવાસમાં મોટાભાગના તમામ ખેલાડીઓ યુવા છે, આ વાતને ધ્યાનમાં રાખી કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડ બને તેટલો વધુ યુવાઓને મોકો આપવા માંગે છે. ત્રીજી વનડેમાં મોટો ફેરફાર કરતા ટીમ ઇન્ડિયામાં કેપ્ટન અને કૉચ એકસાથે પાંચ યુવા ખેલાડીઓને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો હતો. હવે લાગી રહ્યું છે કે ટી20 સીરીઝમાં પણ નવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.
રિપોર્ટ છે કે શિખર ધવન વાળી ટીમ ઇન્ડિયા સ્ટાર સ્પીનર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા વરુણ ચક્રવર્તીને ટી20માં ડેબ્યૂનો મોકો આપી શકે છે. 29 વર્ષીય વરુણ ચક્રવર્તી લેગ સ્પીનર છે, અને ડૉમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુની ટીમમાંથી રમી રહ્યો છે. ખાસ વાત છે કે આઇપીએલમાં જોરદાર પ્રદર્શન બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યુ હતુ પરંતુ ડેબ્યૂનો મોકો ન હતો મળ્યો, આઇપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમી રહેલા વરુણ ચક્રવર્તીના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ વખાણ કરી ચૂક્યો છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ભારતીય ટીમ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, ઇશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર.
શ્રીલંકા ટીમ-
આવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસન શનાકા (કેપ્ટન), રમેશ મેન્ડિસ, ચમીકા કરુણારત્ને, અકીલા ધનંજય, દુશ્મન્તા ચમીરા, પ્રવીણ જયવિક્રમા.
ક્યારે શરૂ થશે મેચ-
ભારત અને શ્રીલંકા વચ્ચે 25 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે.
મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.