CWG 2022: વેલ્સને 4-1થી હરાવીને સેમીફાઈનલમાં પહોંચી પુરુષ હોકી ટીમ, હરમનપ્રીતે ફરી લગાવી હેટ્રિક
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમે તેમની છેલ્લી ગ્રુપ મેચમાં વેલ્સને 4-1થી હરાવ્યું હતું.
India vs Wales Hockey: બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમે તેમની છેલ્લી ગ્રુપ મેચમાં વેલ્સને 4-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પાંચમી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયા 1998, 2010, 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી હતી. આ સાથે જ 2010 અને 2014માં ભારતીય ટીમ ફાઇનલમાં પણ પહોંચી હતી.
સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતીય હોકી ટીમે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી હતી. વેલ્સ સામેની આ મેચમાં ભારતના હોકી પ્લેયર હરમનપ્રીતે શાનદરા રમત રમી હતી અને ત્રણ ગોલ કર્યા હતા. આ સાથે હરમનપ્રીતે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં બીજી વખત હેટ્રિક નોંધાવી છે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારત કે વેલ્સ બંનેમાંથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. આઠમી મિનિટે લલિત ઉપાધ્યાયે જોરદાર શોટ લગાવ્યો હતો, પરંતુ તેને વેલ્સના ગોલકીપરે અટકાવ્યો હતો. ત્યારબાદ વેલ્સને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ તે પોઈન્ટમાં ફેરવી શકાયો ન હતો.
ભારતીય હોકી ટીમે વેલ્સ પર 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી. જો કે પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી, પરંતુ ત્યારપછી ભારતીય હોકી ટીમે હાફ ટાઈમમાં વેલ્સ પર 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. બંને ગોલ વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતના વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રીજો ગોલ કર્યો હતો. તેણે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં બીજી વખત ગોલની હેટ્રિક નોંધાવી છે. ભારતીય હોકી ટીમે આ ગોલ સાથે વેલ્સ પર 3-0થી સરસાઈ મેળવી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી.
ત્રણ ક્વાર્ટર બાદ ભારતીય ટીમે મેચની અંતિમ ક્ષણોમાં ચોથો ગોલ કર્યો હતો. ભારતીય ટીમે વેલ્સ પર 4-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ચોથા ગોલ બાદ વેલ્સની ટીમ માટે મેચમાં વાપસી કરવી લગભગ અશક્ય બની ગઈ હતી. આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત તરફથી ગુરજંત સિંહે પણ એક ગોલ કર્યો હતો. વેલ્સ માટે એકમાત્ર ગોલ ગેરેથ ફર્લોંગે ડ્રેગ ફ્લિક વડે કર્યો હતો.