રોહિત શર્મા અને અંબાતી રાયડુએ 211 રનની ભાગીદારી કરી હતી. આ ભારતની વિન્ડીઝ સામે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પ્રથમ નંબરે વિરાટ અને રોહિત શર્માની જોડી છે. તેમણે ગૌહાટી વન-ડેમાં 246 રન જોડ્યા હતા.
2/5
રોહિત શર્મા 150થી વધારે રન અને ત્રણ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિતે સાતમી વખત 150+ નો સ્કોર બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી છે.
3/5
મુંબઈઃ ભારતે સોમવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચોથા વનડે મેચમાં 225 રનનો વિશાળ જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા 5 મેચની આ વન ડે સીરીઝમાં 2-1થી આગળ છે. મેચ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 162 રન અને અંબાતી રાયડૂએ 100 રનની ઇનિંગ રમી હતી જેના જોરે ભારતે 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડીઝ માત્ર 153 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસની ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.
4/5
રનના મામલે ટીમ ઇન્ડિયાનો પોતાના ઘરમાં સૌથી મોટો વિજય છે. ભારતની સૌથી મોટી જીત 2007માં બર્મુડા સામે (257 રને) હતી. જોકે આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં હતી.
5/5
29 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાનો સતત ત્રીજો વિજય છે. આ પહેલા 29 ઓક્ટોબરે (2016)ન્યૂઝીલેન્ડને ભારતે શ્રેણીની ફાઇનલમાં હરાવ્યું હતું અને આ પહેલા 29 ઓક્ટોબર 2017માં ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. આમ 29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા માટે લકી છે.