શોધખોળ કરો

પ્રથમ વન ડેમાં વરસાદ પડવાની કેટલા ટકા છે શક્યતા, જાણો વિગત

છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના કારણે બંને ટીમોની નજર હવામાન પર છે.

ચેન્નઈઃ ચેન્નઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો પ્રથમ મુકાબલો ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે રમાશે.  વેસ્ટ ઈન્ડિઝ સામે T-20 શ્રેણીમાં 2-1થી શાનદાર વિજય બાદ વન ડે સીરિઝમાં પણ ભારત જીતની પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. વન ડે સીરિઝ શરૂ થતાં પહેલા જ ટીમ ઈન્ડિયાને બે મોટા ફટકા લાગી ચુક્યા છે. ઓપનર શિખર ધવન અને સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. આજના દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા 5 ટકા છે. સાંજે વરસાદ પડવાની શકયતા 56 ટકા જેટલી છે. દિવસભર આકાશમાં કાળા વાદળો છવાયેલા રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના કારણે બંને ટીમોની નજર હવામાન પર છે. ચેન્નઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પિચને ઢાંકી દેવામાં આવી છે. વરસાદના કારણે બંને ટીમો પૂરતી પ્રેક્ટિસ પણ કરી શકી નથી. આવો રહેશે પિચનો મિજાજ એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ ધીમી છે અને છેલ્લી સાત વન ડેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ છ વખત જીતી છે. આ સ્થિતિમાં બંને ટીમના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. ઝાકળના કારણે રમત આગળ વધવાની સાથે પિચ વધુ ધીમી થતી જશે. કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ 1.00 કલાકે થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટારથી જોઈ શકાશે.  Jio ફાઇબરને ફટકો, સ્પીડમાં થયો અકલ્પનીય ઘટાડો, જાણીને ચોંકી જશો ICICI બેંકે આજથી લાગુ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, જાણો વિગત

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget