શોધખોળ કરો
Advertisement
IND vs WI: ઘાયલ ધવન વન ડે સીરિઝ પણ ગુમાવશે, જાણો કયા આક્રમક બેટ્સમેનનો કરાયો સમાવેશ
ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી દરમિયાન ઇજા થઇ હતી. ધવનના સ્થાને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ટેસ્ટમાં ઓપનર તરીકે પોતાની ઉપયોગીતા પૂરવાર કરી ચુકેલા મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં ગબ્બરના નામથી જાણીતો આક્રમક ઓપનર શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણી બાદ હવે વન ડે સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો છે. ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી દરમિયાન ઇજા થઇ હતી. ધવનના સ્થાને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ટેસ્ટમાં ઓપનર તરીકે પોતાની ઉપયોગીતા પૂરવાર કરી ચુકેલા મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કર્ણાટકના 28 વર્ષીય ઓપનર મયંક અગ્રવાલને વન ડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. મયંકે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે, જેના આધારે તેનો વન ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મયંકે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી રમેલી 13 ઈનિંગમાં ત્રણ સદી, ત્રણ અડધી સદી અને બે બેવડી સદીની મદદથી 872 રન ફટકાર્યા છે. આ ઉપરાંત મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં પણ રનનો ધોધ વહાવ્યો હતો. ધવનના સ્થાને મયંક અગ્રવાલ ઉપરાંત શુભમન ગિલ, સંજૂ સેમસન અને પૃથ્વી શૉ પણ ટીમમાં સ્થાન મેળવવાના દાવેદાર હતા. વનડે સીરીઝનો કાર્યક્રમ પ્રથમ વનડે- 15 ડિસેમ્બર, 2019 - ચેન્નાઇ બીજી વનડે- 18 ડિસેમ્બર, 2019 - વિજાગ ત્રીજી વનડે- 22 ડિસેમ્બર, 2019 – કટક પુનર્જન્મનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- સરદાર પટેલ ક્યારેક મોદીને મળશે તો ખૂબ નારાજ થશેMayank Agarwal(in file pic) named as replacement for the injured Shikhar Dhawan in India’s squad for the upcoming ODI series against West Indies. pic.twitter.com/T0SNRe1bBe
— ANI (@ANI) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion