શોધખોળ કરો
Advertisement
સૈનીએ ડેબ્યૂ T20 મેચમાં બેટ્સમેનને આઉટ કર્યા બાદ કરી હતી આ હરકત, ICCએ સંભળાવી સજા, જાણો વિગત
ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીને આર્ટિકલ 2.5- આઈસીસી કોડ ઓફ કંડક્ટનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ફ્લોરિડામાં રમાયેલી ત્રણ T20 મેચની સીરિઝની પ્રથમ મેચ દ્વારા ટી20 ઈન્ટરનેશનલમાં નવદીપ સૈનીએ ડેબ્યૂ કર્યું હતું. તેની માટે આ ડ્રીમ ડેબ્યૂ રહ્યું હતું. ત્રણ વિકેટ લેવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સૈનીએ ઈનિંગની છેલ્લી અને 20મી ઓવર મેડન નાંખવા સહિત પોલાર્ડની વિકેટ લીધી હતી. મેચ દરમિયાન તેણે આઈસીસીએ સૈનીને નિયમ તોડવા બદલ સંભળી હતી. ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીને આર્ટિકલ 2.5- આઈસીસી કોડ ઓફ કંડક્ટનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમ મુજબ જો તમે કોઈ બેટ્સમેનના આઉટ થવા પર એવી રીતે રિએક્ટ કરો જેથી તે બેટ્સમેન ઉશ્કેરાઈ શકે તો તમને દંડ થાય છે. તે ઉપરાંત એક ડીમેરિટ પોઇન્ટ પણ મળે છે.
પ્રથમ ટી-20ની ચોથી ઓવરમાં વિન્ડીઝના પૂરનના આઉટ થવા પર સૈનીએ પોતાનું અગ્રેશન બતાવ્યું હતું અને સેન્ડ-ઓફ આપ્યું હતું. સૈનીએ મેચ પછી મેચ રેફરી જેફ કરો સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી લેતા આ અંગે ચર્ચા થઇ ન હતી.
જયારે કોઈ ખેલાડીને 24 મહિનાની અંદર 4થી વધુ ડીમેરિટ પોઇન્ટ મળે છે તો તેને સસ્પેનશન પોઈન્ટ્સમાં કન્વર્ટ કરવામાં આવે છે. બે સસ્પેનશન પોઈન્ટ્સ પર 1 ટેસ્ટ અથવા 2 વનડે અથવા 2 ટી-20 પર પ્રતિબંધ થાય છે.
#Article370: અડવાણીએ મોદી-શાહને અભિનંદન આપી કહી આ મોટી વાત, જાણો વિગતે
મોદીના ‘મન કી બાત’ની જેમ રૂપાણી કરશે ‘મનની મોકળાશ’, જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ
જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત
#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement