ગંભીર પહેલા ઘણા ભારતીય ખેલાડી છે, જે ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેમ કે, કીર્તિ આઝાદ, નવઝોધ સિંહ સિદ્ધૂ, મોહમ્મદ કેફ, પ્રવિણ કુમાર, વિનોદ કાંબલી અને મંસૂર અલી ખાન પટૌડી.
2/5
ઈન્ડિયન પ્રીમિયયર લીગ (આઇપીએલ)ના બે સીઝનમાં તેણે કોલકાતા નાઈટ રાઇડર્સમાં નેતૃત્વ કર્યુ હતું. ત્યાર બાદ તેણે દિલ્હી ડેરડેવિલ્સની કમાન સોંપી હતી, પરંતુ તે કોઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો. સતત હારના કારણે તેણે પોતાની કેપ્ટનશીપ છોડી દીધી હતી.
3/5
ભારતીય ટીમમાં ગૌતમ બે વર્ષથી રમ્યો નથી. તે છેલ્લી વખત 2016માં તેણે ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે 2012 બાદ તેણે વન-ડે મેચ નથી રમ્યો. પરંતુ ભારતને 2007ન ટી-20 વિશ્વકપ અને 2011નો વિશ્વકપ જીતાડવામા તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
4/5
રાજધાનીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. ગૌતમ ગંભીર ખુબ જ ફેમસ ચહેરો છે અને મૂળરૂપે દિલ્હીથી છે. તેથી ગંભીર બીજેપી માટે પ્રતિનિધિ સાબિત થઈ શકે છે. આ માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જોકે ગંભીરે ક્રિકેટને હજુ સુધી અલવિદા કહ્યું નથી પરંતુ તે પાર્ટીનું આ આમંત્રણ સ્વીકારી શકે છે.
5/5
ભારતીય ટીમના બેટ્સમેન ગૌતમ ગંભીર રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. સુત્રો જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીની ટીકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બીજેપી પોતાના પ્રતિનિધિ સ્વરૂપે આગામી સામાન્ય ચૂંટણીમાં લીલી ઝંડી આપે તેવી શક્યતા છે.