નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બંને ઈનિંગમાં સંઘર્ષપૂર્ણ બેટિંગ પાણીમાં ગઈ. સામા છેડેથી સમર્થન ન મળવાના કારમે ટીમમાં ઘણા પ્રયત્નો બાદ પણ તે ભારતને જીત ન અપાવી શક્યો. કોહલીએ મેચમાં કુલ 200 રન બનાવ્યા. પ્રથમ ઈનિંગમાં 149 અને બીજી ઈનિંગમાં 51 રન બાવી ટીમને જીતની નજીક લાવ્યો હતો.
2/5
ટેસ્ટમાં 200 રન બનાવ્યા હોવા છતાં ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ધ વોલ રાહુલ દ્રવિડથી આગળ નીકળી ગયો છે. વિરાટે એક ટેસ્ટમાં ભારત માટે સર્વાધિક 11 વખત 200 કે તેથી વધારે રન બનાવનારો બેટ્સેમન બની ગયો છે.
3/5
મુલતાનનો સુલતાન સેહવાગ 9 વખત મેચમાં 200 કે તેથી વધુ રન બનાવી હવે ત્રીજા નંબરે આવી ગયો છે.
4/5
આ પહેલા સચિન અને દ્રવિડ બંને સંયુક્ત રીતે 10-10 વખત 200 કે તેથી વધુ રન બનાવી પ્રથમ નંબરે હતા.
5/5
ચોથા નંબરે સુનીલ ગાવસ્કર છે. તેણે 6 વખત મેચમાં 200 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધી મેળવી છે.