શોધખોળ કરો
Advertisement
INDvsNZ T20i:ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર, આ ખેલાડીઓને મળી શકે છે તક
ઋષભ પંત, સંજુ સેમસન, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ આ સિરીઝમાં હજુ સુધી તક નથી મળી.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. કાલે પાંચ મેચોની ચોથી ટી 20 મેચ રમાશે. આ મેચમાં વિરાટ કોહલી ટીમમાં ફેરફાર કરી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરની મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, અમે સિરીઝ જીતી લીધી છે. હવે અન્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાશે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈની જેવા ખેલાડી બહાર છે. કોહલીના આ નિવેદન બાદ કાલે ટીમ ઇન્ડિયા કેટલાક ફેરફાર થઈ શકે છે. ઋષભ પંત, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને હજુ સુધી તક નથી મળી.
ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયા એક પણ ફેરફાર વગર મેદાનમાં ઊતરી છે. ઋષભ પંત, સંજુ સેમસન, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ આ સિરીઝમાં હજુ સુધી તક નથી મળી. કોહલી અંતિમ બે ટી-૨૦ મેચમાં આ ખેલાડીઓને ઈલેવનમાં સ્થાન આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement