UltraMan Competition: વિશ્વની સૌથી મુશ્કેલ રેસમાં અમદાવાદી યુવકે વગાડ્યો ડંકો, ટાસ્ક જોઈને પરસેવો વળી જશે
UltraMan Competition: ઇંગિત આનંદ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે. આ કોમ્પિટિશનમાં 10 km થી વધુ સ્વિમિંગ અને 400 થી વધુ કિલોમીટરની સાયકલિંગ કરવી પડે છે.
UltraMan Competition: ઇંગિત આનંદ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે. આ કોમ્પિટિશનમાં 10 km થી વધુ સ્વિમિંગ અને 400 થી વધુ કિલોમીટરની સાયકલિંગ કરવી પડે છે. હાલમાં જ ઓસ્ટ્રેલીયામાં અલ્ટ્રામેન કોમ્પિટિશન યોજાઇ જેમાં ઈંગિતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ કોમ્પિટિશન ત્રણ દિવસની હોય છે જેમાં 29 કલાક 52 મિનિટ અને ૩૫ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. ઇંગિત અલ્ટ્રામેન ઓસ્ટ્રેલીયામાં પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે. આ દુનિયાની સૌથી કઠિન રેસ હોય છે જેમાં બાર બાર કલાકના ટાસ્ક આપવામાં આવે છે. દિવસમાં બાર-બાર કલાકના અલગ અલગ તબક્કા હોય છે જેમાં ગુજરાતનો પહેલો એથલીટ બન્યો ઈંગિત આનંદ.
અલ્ટ્રામેન રેસમાં પહેલા દિવસ 10 કિલોમીટર સમુદ્રમાં સ્વિમિંગ કરવાનું પછી 140 કિલોમીટરની સાયકલિંગ બીજા દિવસે 281.1 કિલોમીટર સાયકલ ચલાવવાની અને ત્રીજા દિવસે 84.3 કિલોમીટર રનીંગ કરીને આ રેસ પૂરી કરવાની હોય છે આ રેસમાં 45 લોકોએ ભાગ લીધો હતો. વર્લ્ડની અલગ અલગ કન્ટ્રીમાંથી લોકો આવ્યા હતા. જેમાં ભારતીય તરીકે પોતાનો ઈંગિત ડંકો વગાડ્યો હતો. આ રેસમાં ખેલાડીઓએ ભારે વરસાદ 13 14 ડિગ્રી તાપમાનની વચ્ચે અલ્ટ્રામેન રેસ પૂરી કરી હતી.
ઇંગીત આનંદને 2015માં પહેલી વખત ટ્રાયલોનમાં ભાગ લીધો હતો. 2016માં પહેલીવાર ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લીધો અને અત્યાર સુધી પાંચ આયરમેન પૂરી કરી ચૂક્યો છે. 2008 થી જ હેલ્ધી ડાયટ શરૂ કર્યું અને 2019થી દેવી પ્રોડક્ટનું સેવન બંધ કર્યું. સોમવારથી શુક્રવાર સવાર અને સાંજ દોઢ કલાક તે પ્રેક્ટિસ કરે છે.
સગીરાએ નિવેદન બદલ્યા બાદ વિનેશ ફોગાટનું છલકાયું દર્દ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવ્યો છે. સગીર ફરિયાદીએ બ્રિજ ભૂષણ સામે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. સમાચાર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ અહેવાલ બાદ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલી વિનેશ ફોગાટે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે દીકરીઓએ હિંમત ન હારવી જોઈએ. રેસલર વિનેશ ફોગટે ટ્વીટ કરીને લખ્યું, શું ન્યાયની આ લડાઈમાં વિલંબને કારણે આ દીકરીઓએ એક પછી એક હિંમત ન હારવી જોઈએ? ભગવાન બધાને હિંમત આપે. આ પહેલા વિનેશ ફોગાટે આ મામલાને લગતું વધુ એક ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, 'શું ડરના વાતાવરણમાં દીકરીઓને ન્યાય મળશે?'
સગીરના પિતાએ માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. સગીર બાળકીના પિતાએ કહ્યું, હવે હું ભૂલ સુધારવા માંગુ છું. તે ઈચ્છે છે કે સત્ય કોર્ટમાં નહીં પણ અત્યારે બહાર આવે. પિતાએ કહ્યું કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય તેનો પોતાનો હતો મારી દીકરીનો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય મારો હતો હું પિતા છું અને હું તેનાથી નારાજ હતો. મે કહ્યું કે દીકરી આવી બધી વાતો થઈ રહી છે તો તેણે કહ્યું કે પાપા તમે જોઈ લો.