શોધખોળ કરો
કોલકત્તાએ બેગ્લોરને છ વિકેટે હરાવ્યું, ક્રિસ લિનના અણનમ 62 રન
બેગ્લોરઃ ક્રિસ લિનના શાનદાર અણનમ 62 રનની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. બેગ્લોરે જીતવા માટે કોલકત્તાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને કોલકત્તાએ 19.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. બેગ્લોર તરફથી સિરાજ અને એમ.અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.
ક્રિસ લિન સિવાય રોબિન ઉથપ્પાએ 36, સુનીલ નરેને 27, કાર્તિકે 23 રનનું યોગદાન આપ્યું હતું. બેગ્લોરના બોલરોએ અનેક ભૂલો કરી હતી જેનો લાભ કોલકત્તાએ મેળવ્યો હતો. આ અગાઉ કોલકત્તાએ ટોસ જીતીને બેગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેગ્લોર તરફથી બ્રેન્ડન મેક્કુલમ (38) અને ડિ કોકે (29) સારી શરૂઆત અપાવી હતી.
પરંતુ બાદમાં ટીમ તેનો લાભ લઇ શકી નહોતી. કેપ્ટન વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 68 રન ફટકારી ટીમનો સ્કોર 175 પાર પહોચાડ્યો હતો. કોલકત્તા તરફથી આંન્દ્રે રસેલે ત્રણ વિકેટ લીધી હતી. નોંધનીય છે કે આઇપીએલ પોઇન્ટ ટેબલમાં આરસીબી સાતમા સ્થાન પર છે જ્યારે કોલકત્તા આ વિજય સાથે ચોથા સ્થાન પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement