શોધખોળ કરો
Advertisement
ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત
ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી.
મુંબઈઃ ભારતીય ક્રિકેટમાં અત્યારે રોહિત શર્મા અને શિખર ધવનની એપનિંગ જોડી શ્રેષ્ઠ મનાય છે. વિરાટ કોહલી પણ આઈપીએલમાં ઓપનિંગ કરે છે પણ વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના મતે ભારતનો શ્રેષ્ઠ ઓપનર રોહિત શર્મા, શિખર ધવન કે વિરાટ કોહલી નથી.
ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી. તેને વિશ્વ કપમાં ત્રીજા ઑપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘યૂનિવર્સ બૉસ’નાં નામે જાણીતો ક્રિસ ગેલ અને રાહુલ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ માટે ઑપનિંગ કરે છે.
ગેલે રાહુલ વિશે કહ્યું કે, અત્યાર સુધી બેટિંગ કરી, તેમાં રાહુલ ઓપનર સર્વશ્રેષ્ઠ છે. આઈપીએલની અંતિમ મેચમાં 71 રનની ઇનિંગ રમીને રાહુલે ચેન્નઈ સામે ટીમને જીત અપાવી પછી ગેલે રાહુલને કહ્યું કે, મેં અત્યાર સુધી જેટલા ઑપનરો સાથે બેટિંગ કરી તેમાં તુ સર્વશ્રેષ્ઠ છે. વિકેટ પર આપણી વચ્ચે તાલમેલ સારો છે.
રાહુલે જવાબમાં કહ્યું કે, ગેલે મને રૉયલ ચેલેન્જર્સ બેંગલોરમાં હું રમતો ત્યારથી જોયો છે. એ વખતે હું 21 વર્ષનો હતો. હું એક ઑપનર તરીકે તેમની પાસેથી ઘણું શીખ્યો છું. રાહુલે આ સીઝનમાં 593 રન બનાવ્યા છે અને પોતાની ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. ગેલે પંજાબ માટે 13 મેચમાં 490 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement