શોધખોળ કરો
Advertisement
IPL 2019ની ઓપનિંગ સેરેમની આ વખતે નહીં થાય, શહીદોના પરિવારને કરાશે મદદ
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં લેતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનની અપનિંગ સેરેમની રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે નિર્યણ કર્યો છે કે, ઉદ્ઘાટન સમારોહમાં થતો ખર્ચ પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારનોને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીઓએ ના પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે, ‘અમે આ આઇપીએલ સીઝનનો ઉદ્ઘાટન સમારોહનું આયોજન નહીં કરીએ અને તેના માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે શહીદોના પરિવારોને આપવામાં આવશે. ઉલ્લ્ખનીય છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.
પાકિસ્તાન શૂટર્સને વીઝા ન આપવા પર IOCએ ભારત પર લગાવ્યો પ્રતિબંધ
આઈપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરુ થઈ રહી છે. જેમાં ગત ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ 23 માર્ચે આઈપીએલના પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્ચર્સ બેંગલુરુ સાથે થશે.
વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion