શોધખોળ કરો
Advertisement
IPL: ચેન્નઈની ટીમમાં આ ખેલાડીની વાપસી થતા જ થયો ચમત્કાર!
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારનો દિવસ ચેન્નઈની ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. ટીમમાં છેલ્લા મેચમાં કેપ્ટન એમએસ ધોનીની વાપસી થઈ હતી.
ચેન્નઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારનો દિવસ ચેન્નઈની ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. ટીમમાં છેલ્લા મેચમાં કેપ્ટન એમએસ ધોનીની વાપસી થઈ હતી. એ પહેલા ટીમ હૈદ્રાબાદ સામે હારી ગઈ હતી. ત્યાર બાદ ઈજાથી પરેશાન ધોનીને પણ વાપસી મેચમાં વિરાટની ટીમ સામે એકલેહાથે લડવું પડ્યું હતું અને એક રનથી હારી ગઈ હતી. મંગળવારે હૈદ્રાબાદ વિરૂદ્ધ હરભજન સિંહે પણ વાપસી કરી અને ટીમમાં આવવા પર ખુશી વ્યક્ત કરી.
ભજ્જી બીમારીને કારણે કેટલાક મેચમાં બહાર રહ્યા બાદ મંગળવારના રોજ હૈદ્રાબાદની વિરૂદ્ધ મેચમાં વાપસી કરવા પર ખુશી વ્યકત કરી. તેમની ખુશીનું એક કારણ એ પણ હતું તેમણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરભજને ડેવિડ વાર્નર અને જાની બેયરસ્ટાની અગત્યની વિકેટ ઝડપી. આ મેચમાં ચેન્નાઇએ હૈદ્રાબાદને છ વિકેટથી હરાવ્યું.
આ મેચમાં હરભજને બે કિંમતી વિકેટ તો લીધી પરંતુ તે પોતાની ટીમની તરફથી સૌથી વધુ રન આપનાર બોલર્સ રહ્યા. તેમણે 4 ઓવરમાં સૌથી વધુ 39 રન આપ્યા. હરભજને મેચ બાદ કહ્યું રમવું હંમેશા સારું લાગે છે પરંતુ બીમાર હોવાના લીધે હું કેટલીક મેચ રમી શકયો નહીં. મારો આખો પરિવાર જ બીમાર થઇ ગયો હતો. હવે પાછા ફરતા સારું લાગી રહ્યું છે.
હરભજને ચેન્નાઇની ચેપાક સ્ટેડિયમમાં રમાયેલી આ સીઝનની તમામ મેચ જીતી છે તેના પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો. તેમણે કહ્યું કે વિરોધી ટીમો માટે ચેન્નાઇને ચેપાકમાં હરાવું સરળ નહીં હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement