શોધખોળ કરો
Advertisement
IPL 2020: KKR સામે ટીમના પ્રદર્શનથી ખુશ કેપ્ટન રોહિત શર્મા, આ ખેલાડીને આપ્યો જીતનો શ્રેય
આઈપીએલ 2020ના 32માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું છે. આ સીઝનમાં મુંબઈની આ સતત પાંચમી જીત છે.
MI vs KKR: આઈપીએલ 2020ના 32માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું છે. આ સીઝનમાં મુંબઈની આ સતત પાંચમી જીત છે. કેકેઆરએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 19 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કેકેઆર સામેની આ મેચમાં જીત બાદ કેપ્ટન રોહિત શર્મા ખૂશ છે.
મેચ બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, 'ટાર્ગટનો પીછો કરતા જીત મેળવી હંમેશા ખાસ રહ્યું છે. તેનાથી ટીમમાં ખૂબ જ આત્મવિશ્વાસ મળે છે. અમે ટૂર્નામેન્ટના પ્રથમ હાફમાં ટાર્ગેટનો પીછો ખૂબ ઓછો કર્યો હતો.'
રોહિતે આગળ કહ્યું કે કેકેઆર સામે અમે બેટિંગ અને બોલિંગ બંનેમાં સારૂ પ્રદર્શન કર્યું છે. અમે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી અને તમામ રણનીતિ સફળ રહી.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સ્પિનર બોલર કૃણાલ પંડ્યા અને રાહુલ ચહરના ખૂબ જ વખાણ કર્યા. રોહિતે કહ્યું ચહરે બે બોલમાં બે વિકેટ ઝડપી તેમને મુશ્કેલીમાં નાખી દિધા હતા. જ્યારે રસેલ સામે બુમરાહની બોલિંગને લઈને રોહિતે કહ્યું અમને ખબર હતી કે રસેલ સામે બુમરાહ સફળ સાબિત થઈ શકે છે. બુમરાહે રસેલ સામે જે રણનીતિ અપનાવી તે સફળ સાબિત થઈ.
રોહિતે ડિકૉક સાથે બેટિંગ કરવાને લઈ કહ્યું મને તેની સાથે બેટિંગ કરવાની મજા આવે છે. તે હંમેશા ખુલીને રમવાનું પસંદ કરે છે. જેના કારણે હું પોતાના માટે એક અલગ ભૂમિકા નક્કી કરુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement