શોધખોળ કરો
Advertisement
IPL 2020 Final: મુંબઈ પાંચમી વખત, દિલ્હી પ્રથમ વખત વિજેતા બનવા ઉતરશે મેદાનમાં
બંને ટીમો તેમની છેલ્લી મેચમાં રમાડેલી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નહીં કરે તેમ માનવામાં આવી રહ્યું છે.
અબુ ધાબીઃ આજે સાંજે આઈપીએલનો ફાઇનલ મુકાબલો રમાશે. ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત ખિતાબ જીતવા મેદાન પર ઉતરશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પહેલીવાર વિજેતા બનવા તમામ તાકાત લગાવશે.
IPLમાં સતત ચોથા વર્ષે એવું થઈ રહ્યું છે કે, એવી બે ટીમો ફાઇનલમાં રમી રહી છે જે લીગ અને પ્લેઓફમાં થઈને એકબીજા સામે ત્રણેય મેચ જીતી અથવા હારી હોય. મુંબઈએ ચારેય ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી છે. 2010માં ટાર્ગેટનો પીછો કરતાં તેને હાર મળી હતી.
મુંબઈ-દિલ્હી વચ્ચે ચાલુ સીઝનમાં ત્રણ મેચમાં મુંબઈનો વિજય થયો છે. એમાં 5 વિકેટ, 9 વિકેટ અને 57 રને વિજયનો સમાવેશ થાય છે, આથી મુંબઈનું પલ્લું ભારે ગણાય છે. રબાડાની 29 વિકેટ છે. 4 વિકેટ લેતાં જ તે એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની જશે.
બંને ટીમો તેમની છેલ્લી મેચમાં રમાડેલી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નહીં કરે તેમ માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement