શોધખોળ કરો
Advertisement
IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સમાંથી કોણે એકબીજા સામે બનાવ્યા છે સૌથી વધુ રન ને લીધી છે સૌથી વધારે વિકેટ, જાણો વિગત
મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 કલાકે શરૂ થશે.
નવી દિલ્હીઃ મહિનાઓની અનિશ્ચિતતા બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજા સામે હશે. બન્ને ટીમ વિજયથી શરૂઆત કરવા માગતી હશે પરંતુ બન્ને માટે રસ્તો એટલો સરળ નથી.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 28 મુકાબલા રમાયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 જીત મેળવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 11 વખત વિજેતા બન્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક પણ વખત ચેન્નઈને જીતવા દીધું નથી. ફાઈનલમાં આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ છે. જેમાં બે વખત મુંબઈ અને એક વખત ચેન્નઈ વિજેતા બન્યું છે.
મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 કલાકે શરૂ થશે. કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દર્શક હંમેશાથી આઈપીએલનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યા છે એવામાં તેમના વગર આઈપીએલ રમવી અને ટીવી પર જોવું થોડું અજીબ તો જરૂર હશે. જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.
મુંબઈ અને ચેન્નઈ વચ્ચે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈનાએ મુંબઈ સામે 704 રન બનાવ્યા છે. પરંતુ રૈના આ સીઝનમાં હિસ્સો નથી લઈ રહ્યો. સીએસકેના કેપ્ટન ધોનીએ મુંબઈ સામે 663 રન બનાવ્યા છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સીએસકે સામે 614 રન બનાવ્યા છે. બંને ટીમો વચ્ચે રમાયેલા મુકાબલામાં લસિથ મલિંગા 31 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. સીએસકે તરફથી ડ્વેન બ્રાવોએ મુંબઈ સામે 25 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion