શોધખોળ કરો
Advertisement
IPL 2020 KXIP vs CSK: ધોનીએ રચ્યો ઈતિહાસ, IPLમાં વિકેટ કિપર તરીકે મેળવી આ ખાસ સિદ્ધિ
મેચમાં શાર્દુલ ઠાકુરની ઓવરમાં વિકેટ પાછળ પંજાબના કેપ્ટન લોકેશ રાહુલનો કેચ કરવાની સાથે જ ધોનીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો.
IPL 2020 KXIP vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 17મો મુકાબલો કિંગ્સ ઇવેલન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુરે 2, જાડેજા અને ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી.
પંજાબના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલે 52 બોલમાં 63 રન, મયંક અગ્રવાલે 19 બોલમાં 26 રન, મંદીપ અગ્રવાલે 16 બોલમાં 27 રન, નિકોલસ પુરને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સવેલ 11 રને અને સરફરાઝ ખાન 14 રને નોટઆઉટ રહ્યા હતા.
મેચમાં શાર્દુલ ઠાકુરની ઓવરમાં વિકેટ પાછળ પંજાબના કેપ્ટન લોકેશ રાહુલનો કેચ કરવાની સાથે જ ધોનીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. ધોનીએ આઈપીએલમાં 100મો કેચ પકડ્યો હતો. ધોનીએ 195મી મેચમાં આ સિદ્ધી મેળવી હતી. તેના નામે 39 સ્ટંપિંગ પણ બોલે છે.
આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન દિનેશ કાર્તિક આઈપીએલમાં 100 કેચ પકડવાની સિદ્ધી મેળવી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement