શોધખોળ કરો
Advertisement
IPL 2020: પ્રથમ મેચે રચ્યો ઈતિહાસ, દુનિયાની કોઈપણ રમતમાં નથી બન્યો આ રેકોર્ડ
19 સપ્ટેમ્બરે રમાયેલી આઈપીએલ 2020ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંભઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હાર આપી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત થઈ ગઈ છે. ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે પ્રથમ મુકાબલો રમાયો હતો. જેમાં ધોનીના નેતૃત્વ હેઠળની CSKનો વિજય થયો હતો. આ મેચે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી સીઝનની પ્રથમ મેચ 20 કરોડ લોકોએ જોઈ હતી. આ પહેલા આઈપીએલની કોઈપણ મેચને આટલા દર્શકોએ નીહાળી નહોતી.
જય શાહે ટ્વિટ કરીને લખ્યું, ડ્રિમ 11 આઈપીએલ ઓપનિંગ મેચે નવો રેકોર્ડ બનાવ્યો છે. BARC મુજબ આશરે 20 કરોડ લોકોએ આ મેચ જોઈ છે. જે કોઈપણ દેશની કોઈપણ લીગની ઓપનિંગ મેચ જોનારાની સૌથી વધારે સંખ્યા છે.
19 સપ્ટેમ્બરે રમાયેલી આઈપીએલ 2020ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંભઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની 2019 વર્લ્ડકપ બાદ પ્રથમ વખત મેદાન પર ઉતર્યો હતો અને તેની કેપ્ટનશિપમાં 100 મેચ જીતનારો પ્રથમ આઈપીએલ કેપ્ટન બન્યો હતો. ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement