શોધખોળ કરો
Advertisement
Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત
કોરોનાના કેસની બાબતે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પરંતુ રાહતની વાત છે કે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ વણસી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાને કોરોના પર કાબુ મેળવવા અમુક જિલ્લામાં લોકડાઉન લાદયું છે. આ દરમિયાન કોરોનાની સ્થિતિને લઈ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આવતીકાલે ફરી એક વખત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. મુખ્યમંત્રીઓ ઉપરાંત રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ પણ ચર્ચામાં સામેલ થશે.
દેશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ અને દિલ્હીમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. આ પહેલા પીએમ મોદીએ દેશમાં કોરોના મહામારીની હાલત પર 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
કોરોનાના કેસની બાબતે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પરંતુ રાહતની વાત છે કે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. અહીં કોરોના કેસની સંખ્યા 12,24,380 પર પહોંચી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 24 કલાકમાં કોરોનાના 75,083 નવા કેસ અને 1,053 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 55,62,664 પર પહોંચી છે. જેમાંથી 9,75,861 એક્ટિવ કેસ છે. જ્યાર 44,97,868 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં 88,935 લોકોના કોરોનાથી મોત થયા છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion