શોધખોળ કરો
Advertisement
IPL Overseas List: ચાલુ વર્ષ પહેલા ક્યારે અને કેમ વિદેશમાં રમાઈ હતી આઈપીએલ ? જાણો શું હતું કારણ
IPL Outside From India: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે ક્રિકેટની લોકપ્રિય ટી-20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2020ની સિઝન ભારતની બહાર રમાઈ રહી છે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે ક્રિકેટની લોકપ્રિય ટી-20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2020ની સિઝન ભારતની બહાર રમાઈ રહી છે. 13મી સિરિઝની ટુર્નામેન્ટ દુબઈમાં રમાઈ રહી છે. આ પહેલા લોકસભાની ચૂંટણીને કારણે બે વખત આઇપીએલને ભારત બહાર લઈ જવી પડે છે. 2020ની સિરિઝ ભારતની બહાર રમાઈ રહી છે, ત્યારે અગાઉની ભારત બહાર રમાયેલી સિરિઝમાં દર્શકો અને ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ કેવો હતો તે અંગે જાણો
2009માં આફ્રિકા
ઇન્ડિયન પ્રીમિયર લીગની બીજી સિઝનનું આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતું. 2009ની આઇપીએલ ટુર્નામેન્ટ 18 એપ્રિલ અને 24 2019માં રમાઈ હતી. ભારતમાં 2009ની લોકસભાની ચૂંટણી તથા શ્રીલંકાની ક્રિકેટ ટીમ પરના ત્રણ માર્ચ 2009ના હુમલા બાદ ભારત સરકારે સુરક્ષા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો, તેથી આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત બહાર ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટને કારણે સાઉથ આફ્રિકાના અર્થતંત્રને આશરે 100 મિલિયન ડોલરનો લાભ થયો હતો. આ ટુર્નામેન્ટ માટે બીસીસીઆઇએ સાઉથ આફ્રિકામાંથી ભારતમાં મેચના જીવંત પ્રસારણ માટે મલ્ટિ સ્ક્રીન મીડિયા સાથે 1.63 અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. એડમ ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની ડેક્કન ચાર્જર્સ આઇપીએલની બીજી એડિશનમાં વિજેતા બની હતી. ટીમમાં હર્શીલ ગિબ્સ, એન્ડ્રુ સિમોન્ડ, રોહિત શર્મા, પ્રજ્ઞાન ઓઝા જેવા હિટર્સ હતા. એડમ ગિલક્રિસ્ટે 16 મેચમાં 495 રન સાથે મોટો ફાળો આપ્યો હતો.
2014ની સિઝનઃ ભારત, યુએઇ
આઇપીએલની 2014ની સિઝન પેપ્સી આઇપીએલ 2014 ભારત અને યુએઇમાં સંયુક્તપણે યોજાઈ હતી. ભારતમાં 2014ની લોકસભાની ચૂંટણીને કારણે તત્કાલિન ગૃહમંત્રી સુશીલ શિંદેએ સુરક્ષા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો અને તેનાથી અમુક મેચોનું આયોજન યુએઇમાં થયું હતું. પ્રારંભિક 20 મેચો અબુ ધાબી, દુબઈ અને શારજહાના ત્રણ જુદા જુદા સ્ટેડિયમમાં રમવામાં આવી હતી અને બે મેથી ટુર્નામેન્ટ ભારતમાં પરત આવી હતી. યુએઇમાં સરેરાશ 31,751 પ્રેક્ષકો આવ્યા હતા. 2014ની ટુર્નામેન્ટ જીતી ને કોલકતા નાઇટ રાઇડર્સ બીજી વખત આઇપીએલ ટ્રોફી મેળનારી બીજી ટીમ બની હતી. 2014ની ફાઇનલમાં મનીષ પાંડેએ શાનદાર દેખાવ કર્યો હતો. કેકેઆરની ટીમે 199ના જંગી સ્કોરનો સફળ પીછો કર્યો હતો. મનીષ પાંડેએ 50 બોલમાં 94 રન ફટકાર્યા હતા. કેકેઆરના રોબિન ઉથપ્પાએ 16 ઇનિંગમાં 660 રન ફટકારીને ઓરેન્જ કપ જીત્યો હતો.
2020ની સિઝન
2020ની સિઝન 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ ટુર્નામન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. આઇપીએલ 2020નો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થયો છે અને ફાઇનલ 10 નવેમ્બર 2020ના યોજાશે. 53 દિવસની આ ટુર્નામેન્ટમાં દસ મેચ બપોર પછી રમાશે. 2020 સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement