શોધખોળ કરો
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: આજથી માર્ચ મહિનાની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. ગુજરાતીઓએ માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ગરમીનું જોર વધવા લાગ્યું છે. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ ગયો છે.
2/6

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડી નાખશે. આ વર્ષે તાપમાન સામાન્ય 3થી 4 ડિગ્રી વધારે રહેશે. માર્ચ મહિનાની શરુઆતથી જ આકરી ગરમીનો સામનો કરવો પડશે.
3/6

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ કારણે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમીમાં વધારો થવાનો છે. શરૂ થવાની સંભાવના છે. સોરાષ્ટ્ર અને કચ્છમાં આકરી ગરમી પડવાની છે. અનેક શહેરોના તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઇ 15 રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
4/6

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. એક સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે IMDની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતાઓ છે.
5/6

માર્ચ મહિનાનો બીજો સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનો અહેસાસ થશે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાનું અનુમાન છે.
6/6

ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનું પ્રમાણ વધુ રહેશે તથા ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર રહેતા ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Published at : 01 Mar 2025 02:05 PM (IST)
આગળ જુઓ
Advertisement