Patidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસોનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવાની કરવામાં આવેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ જેવા પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસો હવે રદ થશે.
આ કેસ પરત ખેંચવાની મંજૂરી મળતા જ અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. લાંબા સમયથી આ કેસોનો સામનો કરી રહેલા નેતાઓ અને કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો હતો.


















