(Source: ECI/ABP News/ABP Majha)
CSK vs SRH: ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈની કિસ્મત બદલાઈ, હૈદરાબાદને 13 રનથી હરાવ્યું
આજે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે.
LIVE
Background
આજે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. ચેન્નાઈ અને હૈદરાબાદ માટે સિઝનની શરૂઆત સારી રહી નથી હતી. જ્યારે ચેન્નાઈએ સતત ચાર મેચ હારી હતી, જ્યારે હૈદરાબાદ બે મેચ હારી હતી. જોકે, આ પછી હૈદરાબાદ સતત પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચેન્નાઈની ટીમ માત્ર બે જીત સાથે નવમા સ્થાને છે. ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. ચેન્નાઈએ ત્રણ મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને માત્ર બે જ જીત મળી છે. જોકે આ સિઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને આઠ વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સીઝનની પહેલી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં મેચ રમાવ ઉતરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનો 13 રનથી વિજય
ચેન્નાઈ સુપર કિંગ્સનો 13 રનથી વિજય. સનરાઈઝર્સ હૈદરાબાદના નિકોલસ પુરને 33 બોલમાં 64 રન ફટકારી અણનમ રહ્યો.
8મી ઓવરમાં હૈદરાબાદના શશાંક સિંહ અને વોશિંગટન સુંદર આઉટ
મુકેશ ચૌધરીએ તરખાટ મચાવ્યો. 18મી ઓવરમાં હૈદરાબાદના શશાંક સિંહ અને વોશિંગટન સુંદરને આઉટ કર્યા. હૈદરાબાદને જીત માટે 11 બોલમાં 48 રનની જરુર. 6 વિકેટ પડી
હૈદરાબાદને જીત માટે 24 બોલમાં 68 રનની જરુર, સ્કોર - 135 રન પર 4 વિકેટ
કેન વિલિયમ્સન 47 રન બનાવી આઉટ થયો. હાલ નિકોલસ પુરન અને શશાંક સિંહ રમતમાં. હૈદરાબાદને જીત માટે 24 બોલમાં 68 રનની જરુર છે. સ્કોર - 135 રન પર 4 વિકેટ
હૈદરાબાદનો સ્કોર 6 ઓવરના અંતે 58 રન પર 2 વિકેટ
મુકેશ ચૌધરીએ ચેન્નાઈને છઠ્ઠી ઓવરમાં પહેલી સફળતા અપાવી. ચૌધરીએ અભિષેક શર્માને 39 રન પર આઉટ કર્યો. ત્યાર બાદ બીજા જ બોલ પર રાહુલ ત્રિપાઠીને 0 રન બનાવી આઉટ કર્યો. હાલ હૈદરાબાદનો સ્કોર 6 ઓવરના અંતે 58 રન પર 2 વિકેટ
5 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર
5 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો. હાલ ઓપનિંગ બેટ્સમેન વિલિયમ્સન અને અભિષેક શર્મા મેદાન પર. બંને વચ્ચે 53 રનની પાર્ટનરશીપ પુર્ણ થઈ.