IPL: ડેવિડ વૉર્નરે આ 3 ટીમોને બતાવી આઇપીએલમાં ક્રાઉડની ફેવરેટ, દિલ્હી કેપિટલ્સ સામેલ નહીં........
29 મે 2022ના દિવસે આઇપીએલની 15મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. આ બધાની વચ્ચે દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વૉર્નરનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.
David Warner: IPL 2022માં ડેવિડ વૉર્નર દિલ્હી કેપિટલ્સને ભાગ હતો. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી. ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ, લખનઉ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર આ વખતે ટૉપ 4 પ્લેઓફમાં પહોંચવાની ટીમો બની. પહેલી એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. વળી, હવે રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે ફાઇનલમાં પહોંચવાની રેસ છે, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે.
29 મે 2022ના દિવસે આઇપીએલની 15મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. આ બધાની વચ્ચે દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વૉર્નરનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.
મુંબઇ ઇન્ડિયન્સ સહિત આ ટીમોને મળે છે ખુબ સપોર્ટ -
ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને ચેન્નાઇ સુપર કિંગ્સને ક્રાઉડની ફેવરેટ ટીમો ગણાવી છે.
કાંગારુ ઓપનરે કહ્યું કે, આ ત્રણ ટીમોને ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોનુ મોટી પ્રમાણમાં સમર્થન મળે છે. મેચ પછી ભલે હૉમ ગ્રાઉન્ડ પર રમાતી હોય કે વિપક્ષી ટીમના હૉમ ગ્રાઉન્ડ પર. આ ટીમોને કોઇ ફરક નથી પડતો. ત્રણેય ટીમોને દરેક મેદાનમાં દર્શકેનુ ભરપુર સમર્થન મળે છે. આ ત્રણેય ટીમો ક્રાઉડની ફેવરેટ છે. આ ખરેખર એક ગજબનો પેશન છે. આ લીગ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સને દરેક ગ્રાઉન્ડમાં દર્શકોએ ખુબ સપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો.........
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં