IPL 2022માં પહેલીવાર આઉટ થયો આ તોફાની બેટ્સમેને, ચાર મેચોથી મચાવતો હતો ધમાલ, જાણો
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે આ સિઝનમાં દિનેશ કાર્તિક એક ફિનિશર બની ગયો છે. તેને સતત IPL 2022માં મેચો જીતાડીને ધમાલ મચાવી દીધી છે.
IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે બેંગ્લૉર અને ચેન્નાઇ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. આ મેચમાં બેંગ્લૉરની 23 રનથી હાર થઇ. પરંતુ ખાસ વાત છે કે ટીમમાં આ સિઝનમાં દિનેશ કાર્તિક ગજબના ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે આ સિઝનમાં દિનેશ કાર્તિક એક ફિનિશર બની ગયો છે. તેને સતત IPL 2022માં મેચો જીતાડીને ધમાલ મચાવી દીધી છે. જોકે ગઇકાલે તે પહેલીવાર IPL 2022માં આઉટ થયો હતો.
દિનેશ કાર્તિકે આ સિઝનમાં ચાર મેચો રમી પરંતુ વિપક્ષી ટીમનો કોઇપણ બૉલર તેની વિકેટ નથી લઇ શક્યો. ગઇકાલની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સા સામે પણ દિનેશ કાર્તિકનુ ફોર્મ ગજબનુ દેખાઇ રહ્યુ હતુ. આ મેચમાં દિનેશ કાર્તિકં તોફી બેટિંગ કરતાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 14 બૉલમાં 34 રન ફટકારી દીધા હતા, જોકે, બ્રાવોની ઓવરમાં બાઉન્ડ્રી મારવા જતા જાડેજાના હાથમાં ઝીલાઇ ગયો હતો.
દિનેશ કાર્તિકે આ સિઝનમાં ચાર મેચોમાં તાબડતોડ 97 રન બનાવ્યા છે, અને ચારેય ઇનિંગમા અણનમ રહ્યો છે. કાર્તિકે પંજાબ સામે 32 રન (14), રાજસ્થાન સામે 44 રન (23), મુંબઇ સામે 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.
હાલમાં દિનેશ કાર્તિક પાંચ મેચોમાં 131 રન બનાવી ચૂક્યો છે. તેની હાલની એવરેજ પણ 131 છે. એવરેજના મામલામાં આ સિઝનમાં દિનશે કાર્તિક ટૉપ પર છે. આ સિઝનમાં દિનેશ કાર્તિકની સ્ટ્રાઇક રેટ પણ 218.33ની છે. તેને પાંચ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને તોફાની બેટિંગ કરી છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે