RCB vs MI: ચાલુ મેચે રોહિત શર્માને મળવા મેદાનમાં પહોંચી ગયો યુવક, પછી ધરપકડ થઈ, જુઓ વીડિયો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 18મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી.
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 18મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBનો સાત વિકેટે વિજય થયો હતો. RCBની ઇનિંગની 12મી ઓવર બાદ મેદાન પર એક વિચિત્ર ઘટના જોવા મળી હતી.
રોહિત અને કોહલીને મળવા આવ્યો યુવકઃ
મેચની 12મી ઓવરમાં જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ક્રિકેટ ફેન સિક્યોરિટી કોર્ડન તોડીને વચ્ચેના મેદાન પર પહોંચી ગયો અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, રોહિતે આ યુવકને ગળે લગાવવાની ના પાડી દીધી હતી. આવી રીતે કોઈ વ્યક્તિ ચાલુ મેચ દરમિયાન આ રીતે મેદાનમાં આવી પહોંચે અને ક્રિકેટર સામે આવી જાય તેને લઈને IPLમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા હતા. આ ઘટનાને કારણે થોડી મિનિટો માટે મેચ અટકાવી દેવામાં આવી હતી.
Rohit Sharma's fan entered in the field .#RohitSharma𓃵 #ViratKohli𓃵 #RCBvMI #fan pic.twitter.com/Za1a6OgTmg
— Trending Cric Zone (@NaitikSingh28) April 9, 2022
પોલીસે યુવકની ધરપકડ કરી:
ચાલુ મેચમાં મેદાનમાં પહોંચી ગયેલા યુવકની પોલીસે અટકાયત કરી લીધી હતી. કસ્ટડીમાં લેતી વખતે આ યુવકે પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી, જેને લઈને હવે આ યુવક વિરુદ્ધ તાલેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ઝડપાયેલા 26 વર્ષીય યુવકનું નામ દશરથ રાજેન્દ્ર જાધવ છે અને તે સતારા જિલ્લાના ખંડાલા તાલુકાનો રહેવાસી છે.
આ પણ વાંચોઃ