LSG Vs KKR : લખનઉ સુપર જાયન્ટસે રચ્યો ઇતિહાસ, ઓપનર્સે તમામ 20 ઓવર કરી બેટિંગ, ડિકોકની આક્રમક સદી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે ઈતિહાસ રચાયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ઓપનરોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય બન્યો નથી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે ઈતિહાસ રચાયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ઓપનરોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય બન્યો નથી. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે તોફાની બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 210 રન ફટકાર્યા હતા.
Highest opening partnership ever in the IPL 🙀🔥
— IndianPremierLeague (@IPL) May 18, 2022
Live - https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL pic.twitter.com/sayam7hkbv
પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 210 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ક્વિન્ટન ડી કોકે 140 રન ફટકાર્યા હતા જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 210 રનની ભાગીદારી નોંધાઈ હતી, જે આઈપીએલમાં ઈતિહાસ છે.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 18, 2022
What a show #LSG openers put up with the bat. Post a formidable total of 210/0.#KKR chase coming up shortly.
Scorecard - https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL pic.twitter.com/QgoflG8V0o
બંને બેટ્સમેનોએ સિક્સરનો વરસાદ કર્યો હતો
આ ઇનિંગમાં ક્વિન્ટન ડી કોકે 70 બોલમાં 140 રન ફટકાર્યા હતા. દરમિયાન ક્વિન્ટન ડી કોકે 10 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. કેપ્ટન રાહુલે 68 રનની આક્રમક ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
પ્રથમ વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી
કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક વચ્ચેની આ ભાગીદારી ઐતિહાસિક હતી. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. બીજી તરફ જો આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ્સની વાત કરીએ તો તે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....