મજબૂત મુંબઇને 22 વર્ષના યુવાએ હરાવી દીધી, જાણો કોણ છે IPLમાં ધમાલ મચાવનારો આ અનુજ રાવત ?
ગઇકાલની મેચમાં શાનદાર બેટિંગ બાદ અનુજ રાવતને દરેક લોકો ઓળખવા લાગ્યા છે. તેને મુંબઇ વિરુદ્ધ બેટિંગ કરતાં માત્ર 38 બૉલમાં પોતાની પહેલી આઇપીએલ ફિફ્ટી ફટકારી,
IPL 2022: આઇપીએલની 15મી સિઝનમાં ગઇરાત્રે એક મસ્ત મેચ જોવા મળી, આ મેચ રોહિતની મુંબઇ સામે કોહલીની બેંગ્લૉર વચ્ચે રમાઇ રહી હતી, આ મેચમાં મુંબઇ ફરી એકવાર હાર્યુ અને બેંગ્લૉરે જીત મેળવીને બધાને ચોંકાવી દીધા. પરંતુ ખાસ વાત છે કે મેચ બેંગ્લૉર જીત્યુ તેમા મોટો ફાળો ઉનડકટની બૉલિંગમાં બે બૉલમાં બે છગ્ગા ફટકારનારા યુવા બેટ્સમેન અનુજ રાવતનો રહ્યો. અનુજ રાવતની બેટિંગનો વીડિયો પણ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. પરંતુ તમે જાણો છે અનુજ રાવત માત્ર 22 વર્ષનો જ છે, સીનિયરોને ટક્કર આપી રહ્યો છે. જાણો કોણ છે અનુજ રાવત............
કોણ છે અનુજ રાવત -
ઉત્તરાખંડના રામનગરમાં જન્મેલા 22 વર્ષીય અનુજ રાવત ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી રમી રહ્યો છે. તે એક વિકેટકીપર છે, અને હાલમાં આઇપીએલમાં આરસીબી તરફથી રમી રહ્યો છે. ખાસ વાત છે કે અનુજ રાવતની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા છે, પરંતુ આ સિઝનમાં બેંગ્લૉરે તેને 3.4 કરોડ આપીને હરાજીમાં ખરીદ્યો છે. અનુજ રાવત ગઇ સિઝનમા રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સામેલ હતો. રાજસ્થાને તેને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
ગઇકાલની મેચમાં શાનદાર બેટિંગ બાદ અનુજ રાવતને દરેક લોકો ઓળખવા લાગ્યા છે. તેને મુંબઇ વિરુદ્ધ બેટિંગ કરતાં માત્ર 38 બૉલમાં પોતાની પહેલી આઇપીએલ ફિફ્ટી ફટકારી, તેને 38 બૉલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 66 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો અનુજ રાવતે વર્ષ 2017માં દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીને કેરિયરની શરૂઆત કરી હતી. તેને અત્યાર સુધી 22 ફર્સ્ટ ક્લાસ સીરીઝ, 20 લિસ્ટ એ અને 30 ટી20 મેચો રમી છે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?