(Source: ECI/ABP News/ABP Majha)
RR vs RCB: આજની રાજસ્થાન અને બેંગલોરની મેચમાં આ 4 ખેલાડીઓ પર રહેશે બધાની નજર, જાણો આંકડાકીય માહિતી...
રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. એક તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સએ અત્યાર સુધીની સિઝનમાં બંને મેચ જીતી છે.
IPL 2022: રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. એક તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સએ અત્યાર સુધીની સિઝનમાં બંને મેચ જીતી છે અને શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આરસીબીએ અત્યાર સુધી એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમો આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે. આવો જાણીએ આ મેચમાં કયા ખેલાડીઓ પર તમામની નજર રહેશે.
1. રાજસ્થાનના વિસ્ફોટક ઓપનર જોસ બટલરે છેલ્લી મેચમાં સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફરી એકવાર ચાહકો બટલર પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખી રહ્યા છે.
2. છેલ્લી ઘણી સિઝનમાં પોતાના બેટથી ગભરાટ સર્જનાર દેવદત્ત પડીકલ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તે એક યુવા ખેલાડી છે અને ટી20 વર્લ્ડ કપના સંદર્ભમાં તેનું સારું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં તેની પાસેથી લાંબી અને વિસ્ફોટક ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં છે.
3. આ મેચમાં બધાની નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પર પણ રહેશે. પ્રથમ મેચમાં તેણે ઝડપી ઈનિંગ્સ રમીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. જો તેનું બેટ આજે ચાલે તો ટીમ મેચ જીતી શકે છે.
4. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ બીજી મેચમાં તે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. કોહલીનું બેટ લાંબા સમયથી લાંબી ઇનિંગ્સ નથી રમ્યુ. આ સાથે કોહલીની સદીની રાહ પણ લાંબા સમયથી જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં તમામની નજર કોહલી પર રહેશે.
બંને ટીમોના ગત મેચના આંકડાઃ
અત્યાર સુધી રાજસ્થાન અને બેંગલોર વચ્ચે આઈપીએલમાં કુલ 24 મેચો રમાઈ છે. આ 24 મેચોમાંથી 12 મેચોમાં RCBની જીત થઈ છે જ્યારે 10 મેચોમાં રાજસ્થાનની ટીમ જીતી હતી. 2 મેચોમાં કોઈ પરીણામ નહોતું આવ્યું. આમ જોઈએ તો આરસીબીનું પલ્લું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની અંદાજમાં આગળ વધી રહી છે અને બંનો મેચો જીતી લીધી છે. જેથી રાજસ્થાનને માત આપવી આરસીબી માટે મુશ્કેલ પડકાર ગણી શકાય.