Moeen Ali Fastest 50: રાજસ્થાન સામે સદી ચૂક્યો મોઇન અલી, IPL 2022ની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ચેન્નઇ સુપર કિંગ્સે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ચેન્નઇ સુપર કિંગ્સે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર મોઇન અલી છવાયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી સદી ચૂકી ગયો હતો. ઓલરાઉન્ડર મોઈન અલીએ રાજસ્થાન સામે સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં 93 રન બનાવીને આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો.
Summa Surrunu! Second fastest 5️⃣0️⃣ in the history of the Super Kings! #RRvCSK #Yellove #WhistlePodu 💛🦁 pic.twitter.com/H7TrkLvCTK
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2022
મોઈન અલી ઇનિંગની બીજી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને પ્રથમ ચાર બોલમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.
19 બોલમાં અડધી સદી
આ પછી તેણે બેટિંગ કરતા રાજસ્થાનના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી. તેણે 19 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે પેટ કમિન્સ પછી સિઝનમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો હતો. નોંધનીય છે કે કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
મોઈન અલીએ ઇનિંગની પાંચમી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટની ધોલાઇ કરી હતી. મોઇન અલીએ આ ઓવરની શરૂઆત શાનદાર સિક્સર સાથે કરી હતી, જે બાદ પાંચ બોલમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં મોઈન અલીએ કુલ 26 રન ફટકાર્યા હતા અને તે જ ઓવરમાં તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........
Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...