Rajkot Mela 2025 : રાજકોટમાં જામ્યો લોકમેળો, 4 દિવસમાં 10 લાખ લોકોએ લીધી મુલાકાત
Rajkot Mela 2025 : રાજકોટમાં જામ્યો લોકમેળો, 4 દિવસમાં 10 લાખ લોકોએ લીધી મુલાકાત
રાજકોટમાં લોકમેળાની જામી રંગત. ચાર દિવસમાં 11 લાખ લોકોએ માણી મેળાની મોજ. આજ સાંજ સુધીમાં 3 લાખ કરતા વધુ લોકો લેશે મેળાની મુલાકાત. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો પહોંચ્યા રાજકોટનો મેળો માણવા. મોરબી, જામનગર, સુરેંદ્રનગરથી પણ લોકો મેળો માણવા પહોંચ્યા. જામજોધપુર, જામકંડોરણા,જેતપુરમાંથી લોકો મેળો માણવા પહોંચ્યા. લોકમેળાની તમામ રાઈડ હાઉસફૂલ. 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુઓ પણ ઝડપાયા.
સૌરાષ્ટ્રમાં અન્ય જગ્યાએ પણ લોકો મેળાની મજા માણી રહ્યા છે. જોકે, સુરેન્દ્રનગરમાં વરસાદે રાઇડ સંચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જોકે, ચાલું વરસાદે પણ લોકો મેળાની મજા માણી રહ્યા છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ. રાજકોટમાં મેળાનો કેવો જામ્યો છે માહોલ...





















