(Source: ECI/ABP News/ABP Majha)
PBKS vs LSG: પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે આજે મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમો માટે આજની મેચ મહત્વની છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ તેની આઠ મેચ બાદ અનુક્રમે ચાર હાર અને ચાર જીત સાથે આઠ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. બીજી તરફ લખનઉની ટીમ તેની આઠ મેચમાં ત્રણ હાર અને પાંચ જીત સાથે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.આ સીઝનમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમવાર એકબીજા સામે ટકરાશે.
હાલમાં બંન્ને ટીમમાં મેચ વિનર્સ ખેલાડીઓ છે. આજની મેચમાં પંજાબની ટીમ ઓપનર શિખર ધવન અને વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રાખશે. જ્યારે લખનઉની ટીમ કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, માર્ક્સ સ્ટોઈનિસ અને જેસન હોલ્ડર પાસે સારા પ્રદર્શન આશા રાખશે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, ભાનુકા રાજપક્ષા, જીતેશ શર્મા, જોની બેયરસ્ટો, કગિસો રબાડા, ઋષિ ધવન, અર્શદીપ સિંહ, રાહુલ ચહર અને સંદીપ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્ક્સ સ્ટોઇનિસ, આયુષ બડોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, દુષ્માંતા ચમીરા, આવેશ ખાન અને રવિ બિશ્નોઇ.
BANASKANTHA : સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અખાત્રીજથી ખેડૂતો ધરણાં કરશે
11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, જાણો કોણ છે આ ધારાસભ્ય
રાજ્યના 80 લાખ કુટુંબોના 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાશે