KKR vs RCB, Match Highlights: બેગ્લોરે કોલકત્તાને રોમાંચક મેચમાં ત્રણ વિકેટથી હરાવ્યું, કાર્તિક- હસરંગાનું શાનદાર પ્રદર્શન
IPL 2022, KKR vs RCB: દિનેશ કાર્તિક ફરી એકવાર આરસીબી માટે ફિનિશર સાબિત થયો છે. કાર્તિકે માત્ર સાત બોલ રમીને 14 રન બનાવ્યા હતા
IPL 2022, KKR vs RCB: ઇન્ડિયન પ્રિમિયર લીગમાં બેંગ્લોરે કોલકાતાને 3 વિકેટે હરાવીને આ સિઝનની પ્રથમ જીત મેળવી છે. આરસીબીને છેલ્લા 6 બોલમાં 7 રન કરવાના હતા, દિનેશ કાર્તિકે પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.આરસીબી તરફથી શેરફેન રધરફોર્ડ 28 અને શાહબાઝ અહેમદે 27 રન કર્યા હતા. બાદમાં હર્ષલ પટેલે 6 બોલમાં અણનમ 10 અને કાર્તિકે 7 બોલમાં અણનમ 14 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. KKR તરફથી ઉમેશ યાદવે 2 અને ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી હતી. આ સિવાય સુનીલ નારાયણ અને ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છેલ્લી 3 ઓવરમાં માત્ર 24 રનની જરૂર હતી, પરંતુ વિકેટો પડવાને કારણે આરસીબી દબાણમાં આવી ગઇ હતી અને KKRને વાપસી કરવાનો મોકો મળ્યો હતો દિનેશ કાર્તિક ફરી એકવાર આરસીબી માટે ફિનિશર સાબિત થયો છે. કાર્તિકે માત્ર સાત બોલ રમીને 14 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સિક્સ અને એક ફોર ફટકારી હતી, જે મેચ વિનિંગ શોટ્સ હતા.
KKRએ RCBને જીતવા માટે 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબીએ 19.2 ઓવરમાં જીત મેળવી હતી. અંતે દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. તેણે 7 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી અણનમ 14 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા RCB તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવત ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન અનુજ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જ્યારે ડુ પ્લેસિસ 5 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 7 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ વિલીએ 28 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું. શાહબાઝ અહેમદે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે ત્રણ સિક્સર પણ ફટકારી હતી.
રધરફોર્ડે 40 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. કાર્તિક અંતમાં 14 રને અણનમ રહ્યો હતો. આ સાથે જ હર્ષલ પટેલે 6 બોલમાં 10 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.KKR તરફથી ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. સુનીલ નારાયણે 4 ઓવરમાં 12 રન આપીને એક વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.
આ પહેલા કોલકાતા 18.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. તેણે 18 બોલમાં 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. અંતમાં બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે સારી ઇનિંગ રમી હતી. તેણે 12 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. વરુણ ચક્રવર્તી 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. અજિંક્ય રહાણે 9, શ્રેયસ અય્યર 13 અને નીતિશ રાણા 10 રન બનાવીને આઉટ થયા હતા.