Video: હેઝલવુડના બોલ પર સિરાઝે ઝડપ્યો બટલરનો ખતરનાક કેચ, વિરાટનું રિએક્શન જોઈને દંગ રહી જશો
આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો. આ હાઈ વોલ્ટેજ મેચમાં ચાહકોને જોસ બટલર પાસેથી બીજી વિસ્ફોટક ઈનિંગ્સની અપેક્ષા હતી.
Siraj's Super Catch: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો. આ હાઈ વોલ્ટેજ મેચમાં ચાહકોને જોસ બટલર પાસેથી બીજી વિસ્ફોટક ઈનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ આ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. જો કે બટલરનો કેચ પકડનાર મોહમ્મદ સિરાજ સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમનો ઓપનર દેવદત્ત પડિકલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો અશ્વિન પણ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બે વિકેટ ગુમવ્યા પછી, ચાહકોને અપેક્ષા હતી કે બટલર ફરી એકવાર સંકટ મોચકની ભૂમિકામાં જોવા મળશે. જો કે હેઝલવુડની બોલિંગ સામે બટલર પણ નિષ્ફળ રહ્યો હતો. હેઝલવુડના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે સિરાજના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. આ ઇનિંગમાં બટલરે 9 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક ચોગ્ગો નીકળ્યો હતો.
WATCH - Siraj's super catch dismisses batting machine Buttler 🔥🔥
📽️📽️https://t.co/SRna3B7WrE #TATAIPL #RCBvRR— IndianPremierLeague (@IPL) April 26, 2022
બેંગ્લોરે ટોસ જીત્યોઃ
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે IPL 2022 ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દરમિયાન, દેવદત્ત પડિકલ (7), રવિચંદ્રન અશ્વિન (17) અને જોસ બટલર (8) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને થોડી બાઉન્ડ્રીઓ મારી હતી. પરંતુ 9.3 ઓવરમાં કેપ્ટન સેમસન (27) હસરાંગાના બોલ પર બોલ્ડ થયો હતો. જેના કારણે રાજસ્થાનને 68 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. બેંગ્લોરે આઠમાંથી પાંચ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાને અત્યાર સુધીમાં 7 મેચ રમી છે, જેમાં તેણે પાંચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.