મુંબઇની સતત હાર બાદ અર્જૂન તેંદુલકરનું ડેબ્યૂ નક્કી ? સારા તેંદુલકરની કૉમેન્ટે પકડ્યુ જોર
આ વાત, સચિનની દીકરી સારા તેંદુલકરની એક કૉમેન્ટ ઉડી હતી. પાંચ મેચોમાં સતત હારનો સામનો કર્યા બાદ સારા તેંદુલકરે એક કૉમેન્ટ કરી હતી.
Arjun Tendulkar IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) સૌથી વધુ પાંચવાર ચેમ્પીયન બનનારી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે આ વખતે કપરો કાળ ચાલી રહ્યો છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇની ટીમ આઇપીએલની 15મી સિઝનમાં સળંગ પાંચ મેચોમાં હારી ચૂકી છે, અને હવે એક એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે સચિન તેંદુલકરનો દીકરો અર્જૂન તેંદુલકર આઇપીએલમાં ડેબ્યૂ કરીને ટીમનો બચાવી શકે છે.
ખરેખરમાં આ વાત, સચિનની દીકરી સારા તેંદુલકરની એક કૉમેન્ટ ઉડી હતી. પાંચ મેચોમાં સતત હારનો સામનો કર્યા બાદ સારા તેંદુલકરે એક કૉમેન્ટ કરી હતી. ખાસ વાત છે કે શનિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મુંબઇની મેચ રમાવવાની છે, આ મેચમાં સચિનના દીકરા અર્જૂન તેંદુલકરનુ ડેબ્યૂ થઇ શેક છે.
મુંબઇ ફ્રેન્ચાઇઝીએ એક ટ્વીટ કર્યુ, જેમાં અર્જૂન તેંદુલકરનું નામ હેશટેગની સાથે લખેતા કહ્યું કે લખનઉ વિરુદ્ધ મેચ માટે અમારા માઇન્ડમાં આ પ્લાન છે. આ પૉસ્ટ પર અર્જૂનની બહેન સારા તેંદુલકરે પણ કૉમેન્ટ કરી, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
સારાએ મુંબઇ ઇન્ડિયન્સના આ ટ્વીટ પર કૉમેન્ટ કરતાં 10 વાર દિલની ઇમૉજી બનાવીને રિએક્ટ કર્યુ. એટલે કે કહી શકાય કે અર્જૂન તેંદુલકર આઇપીએલમાં ડેબ્યૂ કરી શકે છે. આ વાત જાણીને સારા ખુશ થઇ ગઇ છે કે તેના ભાઇને રમતો તે જોઇ શકશે.
22 વર્ષીય અર્જૂન તેંદુલકર લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલર છે, તેને મુંબઇ માટે ઘરેલુ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બે જ ટી20 મેચો રમી છે, જેમાં તેને 2 વિકેટો ઝડપી છે. મેગા ઓક્શનમાં મુંબઇની ફ્રેન્ચાઇઝીએ અર્જૂનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
અર્જૂનના પિતા સચિન તેંદુલકર હાલ ચાલી રહેલી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના મેન્ટર છે, જ્યારે ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કૉચ શ્રીલંકન ક્રિકેટર મહિલા જયવર્ધને છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો