ભારતના યુવા ફિલ્ડરે પકડ્યો રહાણેનો અદભૂત કેચ, એમ્પાયરથી લઇને દર્શકો બધા રહી ગયા જોતા, જુઓ વીડિયો....
ણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું છે.
IPL Catch: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ગઇકાલે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની મેચમાં એક અદભૂત કેચ જોવા મળ્યો જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ગઇકાલે કેકેઆરે હૈદરાબાદને 54 રનથી હરાવીને પૉઇન્ટ ટેબલમાં ફરી એકવાર ઉલટફેર કરી દીધુ છે. પરંતુ આ મેચમાં શશાંક સિંહનો અદભૂત કેચ સૌનુ ધ્યાન ખેંચી રહ્યો છે.
ખરેખરમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ફાસ્ટ બૉલર ઉમરાન મલિકે બૉલિંગ કરી રહ્યો હતો, તે સમયે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)નો ઓપનર અંજિક્યે રહાણે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ઉમરાન મલિકના બૉલ પર શૉટ ફટકારવાના ચક્કરમાં શશાંક સિંહને કેચ આપી બેઠો, રહાણેએ બાઉન્ડ્રી પર જોરદાર શૉટ ફટકાર્યો આને ફિલ્ડર શસાંક સિંહે બાઉન્ડ્રી લાઇનની એટલો નજીકથી પકડ્યો કે બધાને લાગ્યુ કે ચોગ્ગો થઇ ગયો છે, પરંતુ ખરેખરમાં એમ્પાયરે આઉટ આપ્યો અને આ અદભૂત કેચ બાદ રહાણેને પેવેલિયન જવુ પડ્યુ હતુ. રહાણેની વિકેટ પડ્યા બાદ સતત વિકેટો પડવા લાગી હતી. જોકે બાદમાં સેમ બિલિંગ્સ અને આંદ્રે રસેલે ઇનિંગને સંભાળી લીધી હતી.
Shashank Singh 🔥🔥🔥#KKRvSRH pic.twitter.com/iGuTtHjdOW
— Awanish Pathak (@iAwanishPathak) May 14, 2022
KKR vs SRH: કોલકાતાએ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફની આશા રાખી જીવંત
KKR vs SRH: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. કોલકાતાની આ જીતનો હીરો આન્દ્રે રસેલ રહ્યો હતો. પ્રથમ બેટિંગમાં રસેલે 28 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ બોલિંગમાં 22 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર