IPL 2022: 25 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે, જાણો કેટલા રૂપિયા હશે ટિકિટનો ભાવ?
ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટો નિર્ણય લેતા ક્રિકેટ ચાહકોને IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપી છે
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે મોટો નિર્ણય લેતા ક્રિકેટ ચાહકોને IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપી છે. બુધવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલે કહ્યું હતું કે અમે IPL 2022 દરમિયાન ચાહકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપીએ છીએ. COVID-19 પ્રોટોકોલને કારણે 25 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.
IPL 2022: BCCI to welcome 25 pc crowd inside stadiums
— ANI Digital (@ani_digital) March 23, 2022
Read @ANI Story | https://t.co/HJyDSfeWC5#IPL2022 pic.twitter.com/hGq5VFj55J
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ ટુનામેન્ટ એક મહત્વપૂર્ણ અવસર હશે કારણ કે 15મી આઈપીએલ સીઝન કોરોના મહામારીના કારણે ટૂંકા વિરામ પછી સ્ટેડિયમમાં ચાહકોને પાછા આવકારશે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2022 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ શનિવારે સાંજે 7.30 વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK Vs KKR) વચ્ચે રમાશે. BCCIએ IPL મેચો માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે.
આ વખતે IPLની તમામ 70 લીગ મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને એક પુણેના સ્ટેડિયમમાં રમાશે. કોરોનાની સ્થિતિને કારણે આ વખતે તમામ મેદાનમાં 25 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે. કોરોના મહામારીના સમયમાં IPLની મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોનાપ્રવેશ પર પ્રતિબંધ હતો જેને હવે હટાવી દેવામાં આવ્યો છે.
ક્યાંથી ખરીદી શકશો આઇપીએલની ટિકિટ
IPL ટિકિટોનું વેચાણ 23 માર્ચે એટલે કે બુધવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ચાહકો IPLની સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પરથી ટિકિટ ખરીદી શકે છે. આ સિવાય IPLની ટિકિટ www.BookMyShow.com પર પણ ઉપલબ્ધ થશે.
કેટલી ટિકિટની કિંમત?
બુક માય શોની વેબસાઈટ અનુસાર, 26 માર્ચે યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ માટે ચાર પ્રકારની ટિકિટ ઉપલબ્ધ છે. આમાં 2500, 3000, 3500 અને 4000 રૂપિયાની ટિકિટ છે. જો પ્રથમ મેચ સિવાય અન્ય મેચો અને સ્ટેડિયમની વાત કરીએ તો IPL મેચની ટિકિટનું વેચાણ 800 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે અને ટિકિટ 4000 રૂપિયા સુધી ઉપલબ્ધ છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ 25-25 ટકા દર્શકો તમામ મેદાન પર આવી શકશે. મુંબઈના વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20-20 મેચો રમાશે. આ સિવાય 15 મેચ CCI સ્ટેડિયમમાં, 15 મેચ પુણેના MCA સ્ટેડિયમમાં રમાશે.