KKR vs LSG: આવી હોઇ શકે છે કોલકત્તા અને લખનઉની પ્લેઇંગ ઇલેવન, જાણો મેચ કોણ છે જીત માટે ફેવરેટ
લખનઉ સુપર જાયન્ટ્સ પેપર પર ખુબ મજબૂત દેખાઇ રહી છે, કોલકત્તાની તાકાત જ્યાં છે તે તેની બૉલિંગ છે. વળી, લખનઉની ટીમ બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મજબૂત દેખાઇ રહી છે.
Kolkata Knight Riders vs Lucknow Super Giants Match Preview: આઇપીએલ 2022ની ધમાસાન ચાલુ છે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાત્રે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે આમને સામને ટકરાશે. મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજે બન્ને વચ્ચે મેચ રમાશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજે કેકેઆરને મોટી જીતની જરૂર છે, વળી, લખનઉ પ્લેઓફમાં પહોંચવા આજની મેચ જીતવા માંગશે.
કોણ જીતશે આજની મેચ -
લખનઉ સુપર જાયન્ટ્સ પેપર પર ખુબ મજબૂત દેખાઇ રહી છે, કોલકત્તાની તાકાત જ્યાં છે તે તેની બૉલિંગ છે. વળી, લખનઉની ટીમ બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મજબૂત દેખાઇ રહી છે. આજનુ અમારુ પ્રિડિક્શન મીટર બતાવી રહ્યું છે કે આ મેચમાં લખનઉની જીત થશે.
બન્નેની આજની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ-
વેંકટેંશ અય્યર, સુનીલ નારેન, નીતિશ રાણા, શ્રેયસ અય્યર (કેપ્ટન), શેલ્ડન જેક્સન, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), રિન્કુ સિંહ, આંદ્રે રસેલ, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, વરુણ ચક્રવર્તી.
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ -
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની/મનીષ પાંડે, માર્કસ સ્ટૉઇનિસ/ઇવન લુઇસ, જેસન હોલ્ડર, મોહસિન ખાન, રવિ બિશ્નોઇ, દુશમન્થા ચમીરા, આવેશ ખાન.
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી