આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે MI vs RR મેચનુ લાઇવ ટેલિકાસ્ટ.....
મુંબઇ આઇપીએલની સૌથી સક્સેસ ટીમમાં સામેલ છે. પરંતુ આ વખતની સિઝન ખરાબ રહી છે, પ્રથમ મેચમાં હાર બાદ આજે જીતની તલાશમાં મેદાનમાં ઉતરશે. જ્યારે
MI vs RR Live Streaming: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે એક મોટી મેચ જોવા મળશે. આજે શનિવારે ડબલ હેડર મેચો રમાશે. પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI) ની ટક્કાર રાજસ્થાન રૉયલ્સ (RR) ની વચ્ચે જોવા મળશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ આઇપીએલની સૌથી સક્સેસ ટીમમાં સામેલ છે. પરંતુ આ વખતની સિઝન ખરાબ રહી છે, પ્રથમ મેચમાં હાર બાદ આજે જીતની તલાશમાં મેદાનમાં ઉતરશે. જ્યારે
ક્યારે ને ક્યાં રમાશે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સની મેચ ?
એમઆઇ અને આરઆરની ટીમો આ સિઝનમાં પહેલીવાર આમમને સામને થશે. આ મેચ આજે શનિવારે બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે, મેચનો ટૉસ બપોરે 3 વાગે થશે. આ મેચ નવી મુંબઇ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે.
કઇ ચેનલ પરથી જોઇ શકાશે આઇપીએલ મેચનુ લાઇવ ટેલિકાસ્ટ ?
મુંબઇ અને રાજસ્થાન વચ્ચે શનિવારની મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ ?
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ