(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પંડ્યાએ કેમ અચાનક ફરીથી આઇપીએલમાં બૉલિંગ કરવાનુ બંધ કરી દીધુ ? સામે આવ્યુ કારણ
રાશિદ ખાને 11 બૉલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા, જેમાં 4 છગ્ગા સામેલ હતા. જ્યારે રાહુલ તેવટિયાએ 21 બૉલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી હતી.
મુંબઇઃ આઇપીએલમાં ટૉપની ટીમ બની ચૂકેલી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશ્યલ મીડિયામાં ફેન્સના નિશાને ચઢ્યો છે. આ વખતે તે પોતાની ફિટનેસને લઇને ટ્રૉલ થવા લાગ્યા છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ પુછી રહ્યા છે કે હાર્દિક પંડ્યા હવે આઇપીએલમાં બૉલિંગ નથી કરી રહ્યો તો શું ફિટનેસ પ્રૉબ્લમ સામે આવ્યો છે ? જોકે બૉલિંગ ના કરવા મામલે હવે હાર્દિક પંડ્યાએ ખુદ જવાબો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા છેલ્લી બે મેચોથી બૉલિંગ નથી કરી રહ્યો. હાર્દિક ગઇકાલે હૈદરાબાદ સામેની મેચમાં પણ બૉલિંગ કરવાથી દુર રહ્યો હતો. જાણો આ અંગે શું કહ્યું હાર્દિક પંડ્યાએ
બૉલિંગ ના કરવા અંગે હાર્દિકનુ મોટુ નિવેદન -
હાર્દિક પંડ્યાએ મેચમાં બૉલિંગ ના કરી જેના કારણે ફરી એકવાર તેની ફિટનેસ પર લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટને કહ્યું કે, મારી બૉલિંગને મેનેજ કરવાના સિલસિલામાં સમજી વિચારીને નિર્ણય કરવામાં આવ્યો છે. આ એક લાંબી ટૂર્નામેન્ટ છે, જ્યારે પણ ટીમને મારી જરૂર પડશે, તો હું બૉલિંગ કરીશ. હુ જલદી ઉત્સાહિત નથી થવા માંગતો. વળી હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરનારા સાહા, રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની ખુબ પ્રસંશા કરી હતી.
રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી-
ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.
રાશિદ ખાને 11 બૉલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા, જેમાં 4 છગ્ગા સામેલ હતા. જ્યારે રાહુલ તેવટિયાએ 21 બૉલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે 24 બૉલમાં 59 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઇ હતી.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા