IPL 2023: દિલ્હી કેપિટલ્સને લાગ્યો વધુ એક ઝટકો, ઇજાગ્રસ્ત કમલેશ નાગરકોટી આખી સીઝનમાંથી બહાર
IPLની આ સીઝનમાં બહાર થનારા ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં કમલેશનું નામ પણ જોડાઈ ગયું છે
આઈપીએલની 16મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) માટે કંઈ જ બરાબર થયું નથી. ટીમને હવે બીજો મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમનો મહત્વનો ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી પીઠની ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. IPLની આ સીઝનમાં બહાર થનારા ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં કમલેશનું નામ પણ જોડાઈ ગયું છે.
અત્યાર સુધી આ સીઝન દિલ્હી કેપિટલ્સ ટીમ માટે સારી રહી નથી. ટીમને અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, પ્લેઓફની રેસમાં રહેવા માટે દિલ્હીની ટીમને આગામી 9 મેચોમાં વધુ સારી રમત બતાવવી પડશે. કમલેશને આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી અને ટીમને આશા હતી કે તે ફિટ હશે.
કમલેશ નાગરકોટી ટીમ માટે ફાસ્ટ બોલિંગમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શક્યો હોત. 23 વર્ષીય કમલેશ અત્યાર સુધી 12 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 57ની એવરેજથી ભલે 5 વિકેટ ઝડપી હોય, પરંતુ તેના બોલની સ્પીડ ચોક્કસથી બધાને પ્રભાવિત કરે છે.
દિલ્હીની આગામી મેચ કોલકાતા સામે
આ સીઝનમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ ટીમ માટે કંઈપણ યોગ્ય નથી થયું. ટીમ તરફથી કેપ્ટન ડેવિડ વોર્નર સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નથી. બોલિંગમાં પણ ટીમ સંપૂર્ણપણે અક્ષર પટેલ અથવા એનરિક નોરખિયા પર નિર્ભર જોવા મળી છે. આવી સ્થિતિમાં સીઝનની બાકીની મેચોમાં વાપસી કરવી તેના માટે સરળ કામ નહીં હોય. દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં તેમની 6ઠ્ઠી લીગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે.
LSG vs RR IPL 2023: લખનૌએ રાજસ્થાનના મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો, રોમાંચક મેચમાં બોલરોએ અપાવી જીત
LSG vs RR Match Highlights: IPLની 16મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની રોમાંચક મેચમાં 10 રને જીત મેળવીને આ સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમને 155 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેમાં ટીમે 11 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 81 રન બનાવ્યા હતા. અહીંથી લખનૌની ટીમે વાપસી કરી અને ઝડપી વિકેટ મેળવી રાજસ્થાનને રોમાંચક રીતે હરાવ્યું. રાજસ્થાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 8 રન જ બનાવી શકી હતી
એક સમયે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. રાજસ્થાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 87 રન બનાવ્યા હતા, પરંતુ પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને મેચમાં પાછળ પડતું રહ્યું. રાજસ્થાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 8 રન જ બનાવી શકી હતી. આ પછી, બંનેએ સાથે મળીને રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી અને 10 ઓવરના અંતે, તેઓએ કોઈપણ નુકસાન વિના સ્કોર 73 રન સુધી પહોંચાડવાનું કામ કર્યું.