IPL 2023 Match 1: આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં ગુજરાત અને ચેન્નઇ ટકરાશે, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન?
16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે
Chennai Super Kings vs Gujarat Titans: આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરૂઆત થશે. 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે. જાણો મેચ પહેલા બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટ અને હવામાન અપડેટ વિશે....
CSK vs GT હેડ ટૂ હેડ -
ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.
પીચ રિપોર્ટ -
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, તેમ તેમ અહીં સ્પિનરો અસરકારક સાબિત થવા લાગશે, અહીંની પીચ પર પ્રથમ બેટિંગમાં સરેરાશ સ્કૉર 170 રન રહ્યો છે. આંકડા સાક્ષી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ મેચ જીતવામાં વધુ સફળ રહી છે. એટલા માટે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૉલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.
મેચ પ્રિડિક્શન -
આમ પણ કહેવાય છે કે જ્યાં સુધી મેચમાં છેલ્લો બૉલ ના નંખાઇ જાય ત્યાં સુધી કોઇપણ જાતની ભવિષ્યવાણી ના કરવી જોઇએ. ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાતી મેચ કોઈપણ જીતી શકે છે. પરંતુ જો આંકડાની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ CSKને પછાડી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ એકદમ સંતુલિત છે. તેમની પાસે ઘણા ધાડક ઓલરાઉન્ડર છે. ગુજરાત ટાઇટન્સને ઘરઆંગણે રમવાનો પણ ફાયદો મળશે. એકન્દરે, ગુજરાત ટાઇટન્સ પાસે પ્રથમ મેચમાં જીતવાની વધુ તકો છે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મુકેશ ચૌધરી અને ડ્વેન પ્રિટોરિયસ.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, શિવમ માવી, યશ દયાલ અને મોહમ્મદ શમી.