શોધખોળ કરો

IPL 2023: 'આ માન્ચેસ્ટર યુનાઇટેડ અને લિવરપૂલની મેચ જેવી ', MI vs CSK મેચ અગાઉ મોઇન અલીનું નિવેદન

ચેન્નઈ ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ પણ આ મોટી મેચને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

Moeen Ali on MI vs CSK: આજે રાત્રે (8 એપ્રિલ) ઇન્ડિયન પ્રિમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધીની 15 સીઝનમાં આ બંને ટીમો 9 વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત વિજેતા રહી છે, જ્યારે ચેન્નઈએ 4 વખત ટાઇટલ જીત્યું છે. આવી સ્થિતિમાં આજે યોજાનારી આ મેચને IPLની આ સીઝનની સૌથી મોટી મેચ માનવામાં આવી રહી છે. ચેન્નઈ ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ પણ આ મોટી મેચને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

મોઈન અલીએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની આઈપીએલ મેચો ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને લિવરપૂલ વચ્ચેની ટક્કર જેવી જ છે. મોઇને કહ્યું, 'આ એવી મેચ છે જેને લઇને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ બંને ટીમો સૌથી સફળ ફ્રેન્ચાઈઝી રહી છે અને તેમની ફેન ફોલોઈંગ મોટી છે. આ બંને ટીમો વચ્ચેની મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાયની સૌથી મોટી મેચ છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચને આઈપીએલની 'અલ ક્લાસિકો' તરીકે પણ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે  જ્યારે પણ સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે ટક્કર થાય છે, ત્યારે તે મેચને 'અલ ક્લાસિકો' કહેવામાં આવે છે. તેને ફૂટબોલ લીગની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. કારણ કે આ બંને ક્લબની ગણના ફૂટબોલ જગતની સૌથી મોટી અને સફળ ક્લબોમાં થાય છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કંઈક આવું જ છે.

ગત સીઝનમાં બંને ટીમ ફ્લોપ રહી હતી

IPLની આ બંને સૌથી સફળ ટીમો ગત સીઝનમાં સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં આ બંને ટીમો છેલ્લા બે સ્થાન પર હતી.

IPL Cheerleaders : IPLની એક ચિયરલીડર્સની આવક જાણી આંખો ફાટી જશે, મળે છે આ સુવિધા

IPL Cheerleaders Income: વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન શરૂ થઈ ગઈ છે. દરરોજ આ લીગમાં યુઝર્સની સંખ્યા વધી રહી છે. આઈપીએલથી લઈને પ્રખ્યાત ક્રિકેટરોથી લઈને ઉદ્યોગપતિઓ આ લીગ સાથે સ્પોન્સર તરીકે જોડાયેલા છે. આ સિવાય આઈપીએલની ભીડનું મનોરંજન કરનારા ચીયરલીડર્સ પણ છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના કારણે તેમની એન્ટ્રી બંધ હતી, પરંતુ આ વર્ષથી તેમની એન્ટ્રી ફરી કરવામાં આવી છે.

આઈપીએલમાં માત્ર ગણતરીના જ ચહેરાઓ ચીયરલીડર્સ તરીકે ભારતીય છે, જ્યારે મોટાભાગની ચીયરલીડર્સ વિદેશથી આવે છે. આ સ્થિતિમાં શું તમે જાણો છો કે તેમની આવક કેટલી છે? અને તેઓ મેચ અથવા સિઝન દરમિયાન કેટલી કમાણી કરે છે? ચાલો જાણીએ વિગતે.

IPL ચીયરલીડર્સ કેટલી કમાણી કરે છે?

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈપીએલ મેચ માટે ચીયરલીડર્સ 14,000 થી 17,000 રૂપિયા ચાર્જ કરે છે. CSK, પંજાબ, સનરાઇઝ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ, ચીયરલીડર્સને મેચ દીઠ 12,000 રૂપિયા કરતાં વધુ પૈસા આપે છે. જ્યારે મુંબઈ અને RCB એક મેચ દીઠ 20,000 રૂપિયા ચૂકવે છે. સૌથી વધુ KKR ચીયરલીડર્સને મેચ દીઠ 24,000 રૂપિયા ચૂકવે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget