શોધખોળ કરો

IPL 2023: વિરાટ કોહલીએ ફટકારી ઐતિહાસિક સદી, હૈદરાબાદ વિરુદ્ધ જીત સાથે કરી ક્રિસ ગેઇલની બરોબરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું

Virat Kohli Century SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતનો હીરો હતો વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મેચ જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફાફ ડુ પ્લેસિસની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં કોહલીની સદી ઐતિહાસિક હતી. તેણે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેઇલની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓએ 6-6 સદી ફટકારી છે.

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે મેચને એકતરફી બનાવી

સનરાઇઝર્સ હૈદરાબાદના 186 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 17.4 ઓવરમાં 172 રનની ભાગીદારી કરી હતી. જોકે, સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીને ભૂવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. વિરાટ કોહલીના આઉટ થયા પછી ફાફ ડુ પ્લેસિસ પણ ચાલતો રહ્યો હતો.  ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી.

બેંગ્લોરને 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો

અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરી ક્લાસને શાનદાર સદી ફટકારી હતી. હેનરી ક્લાસને 51 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય હેરી બ્રુકે 19 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓપનર અભિષેક શર્માએ 11 જ્યારે રાહુલ ત્રિપાઠીએ 15 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget