IPL 2024: પંજાબ કિંગ્સને લાગ્યો ડબલ ઝટકો, શિખર ધવનને લઈ આવ્યા માઠા સમાચાર
ધવનની ઈજા અંગે પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા સંજય બાંગરે કહ્યું, સ્વાભાવિક રીતે અમે તેને મિસ કરીએ છીએ. તેને ખભામાં ઈજા છે
IPL 2024, Punjab Kings: પંજાબ કિંગ્સને બેવડો ફટકો પડ્યો છે. ટીમે તેની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પંજાબના કેપ્ટન શિખર ધવનને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ધવન ઈજાના કારણે ટીમની બહાર હતો. હવે જે નવું અપડેટ સામે આવ્યું છે તે દર્શાવે છે કે ધવન માત્ર એક મેચમાંથી નહીં પરંતુ આગામી કેટલીક મેચમાંથી બહાર થઈ જશે.
સેમ કુરેને ધવનની ગેરહાજરીમાં રાજસ્થાન સામે પંજાબ કિંગ્સની કમાન સંભાળી હતી. ધવનની ઈજા અંગે પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા સંજય બાંગરે કહ્યું, સ્વાભાવિક રીતે અમે તેને મિસ કરીએ છીએ. તેને ખભામાં ઈજા છે. તેથી, હું કહીશ કે તે આગામી કેટલીક મેચો માટે બહાર રહી શકે છે. અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તે સારવાર માટે કેવી પ્રતિક્રિયા આપે છે, પરંતુ અત્યારે એવું લાગે છે કે તે આગામી 7 થી 10 દિવસ માટે બહાર હોઈ શકે છે.
આગામી 10 દિવસમાં પંજાબ તેની આગામી બંને મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમશે. પ્રથમ મેચ 18 એપ્રિલ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ પછી, હોમ ગ્રાઉન્ડ પર પંજાબની આગામી મેચ 21 એપ્રિલ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે.
પંજાબની કેવી છે સ્થિતિ
વર્તમાન સિઝનમાં પંજાબની હાલત ખૂબ જ ખરાબ છે. ટીમે સિઝનમાં 6 મેચ રમી છે, જેમાં તેને માત્ર 2માં જ જીત મળી છે. ટીમે આઈપીએલ 2024ની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં પંજાબે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આગામી બે મેચ હારી ગઈ હતી. ત્યાર બાદ આગલી મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ પછી ટીમને આગામી બે મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2024માં પંજાબ કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ હાથે ચોથી પરાજય થયો હતો. મેચમાં હાર સિવાય ટીમની કેપ્ટન્સી પણ ચર્ચામાં આવી હતી. પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન રાજસ્થાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેની ગેરહાજરીમાં સેમ કુરાને ટીમની કમાન સંભાળી હતી. પરંતુ IPL પહેલા ખબર પડી કે જીતેશ શર્મા પંજાબનો વાઇસ કેપ્ટન છે તો પછી તેણે કેપ્ટનશીપ કેમ ના લીધી?
IPLની શરૂઆત પહેલા યોજાયેલા કેપ્ટનના ફોટોશૂટમાં પંજાબના કેપ્ટન શિખર ધવનની જગ્યાએ જીતેશ શર્મા જોવા મળ્યો હતો, જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે તે ટીમનો વાઈસ કેપ્ટન છે. શિખરની ગેરહાજરીમાં જિતેશને ફોટોશૂટ માટે મોકલવામાં આવ્યો હતો. તો હવે પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા સંજય બાંગરે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. સંજય બાંગરે કહ્યું, “જીતેશ શર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો. એવું લાગતું હતું કારણ કે તે ટુર્નામેન્ટની શરૂઆતમાં કેપ્ટનની મીટિંગનો ભાગ હતો. સેમ કુરન પહોંચવામાં મોડું થયું હતું, જેના કારણે તે તાલીમ લેવા માંગતો હતો. આ કારણોસર, સેમને સિઝનની શરૂઆત માટે ચેન્નાઈ મોકલી શકાયો ન હતો.