IPL Hero: આકાશ માધવાલની ધમાલ, એક જ મેચમાં બનાવ્યા એકસાથે ચાર આઇપીએલ રેકોર્ડ, વાંચો
આ મેચમાં આકાશ માધવાલે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ, તેને 3.3 ઓવર બૉલિંગ ફેંકી, જેમાં 5 રન આપીને 5 વિકેટો ઝડપી હતી,
IPL Akash Madhwal Records: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રમાયેલી એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થઇ હતી, આ મેચમાં રોહિત શર્માની ટીમની જીત થઇ હતી, અને કૃણાલ પંડ્યાની લખનઉ પ્લેઓફમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. આ મેચમાં જીતનો હીરો રહ્યો મુંબઇ ઇન્ડિયન્સનો આકાશ માધવાલ. આ મેચમાં આકાશ માધવાલે શાનદાર બૉલિંગ કરીને લખનઉને જીત સુધી પહોંચવા ન હતુ દીધુ.
આ મેચમાં આકાશ માધવાલે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ, તેને 3.3 ઓવર બૉલિંગ ફેંકી, જેમાં 5 રન આપીને 5 વિકેટો ઝડપી હતી, આકાશ માધવાલની આ ધારદાર બૉલિંગ મુંબઇની જીતમાં મહત્વની રહી. ખાસ વાત છે કે, આ સિઝન આકાશ માધવાલની આઇપીએલ ડેબ્યૂ સિઝન છે, તેને 3 મે, 2023એ પંજાબ કિંગ્સ સામે આઇપીએલની પહેલી મેચ રમી હતી. આકાશે આઇપીએલમાં અત્યાર સુધી કુલ 7 IPL મેચો જ રમી છે, જેમાં 13 વિકેટો ઝડપી ચૂક્યો છે. તે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી20 કુલ મળીને 67 વિકેટો ઝડપી ચૂક્યો છે.
અહીં અમે તમને આકાશ માધવાલના શાનદાર રેકોર્ડ વિશે બતાવી રહ્યાં છીએ, જે તેને લખનઉ વિરુદ્ધ મેચમાં બનાવ્યો છે.....
1: તોડી દીધો 13 વર્ષ જુનો રેકોર્ડ -
IPLમાં પ્લેઓફ મેચમાં પાંચ વિકેટ લેનારો આકાશ માધવાલ પ્રથમ બૉલર બની ગયો છે. આ પહેલા ડગ બૉલિંગરે 2010ના પ્લેઓફ અથવા નૉકઆઉટ (સેમિ-ફાઇનલ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
આઇપીએલ પ્લેઓફમાં બેસ્ટ બૉલિંગ -
5/5 - આકાશ માધવાલ (MI) vs LSG, ચેન્નાઇ, 2023
4/13 - ડગ બૉલિંગર (CSK) vs ડેક્કન ચાર્જર્સ, મુંબઇ ડીવાય પાટીલ, 2010 SF
4/14 - જસપ્રીત બુમરાહ (MI) vs DC, દુબઇ, 2020 Q1
4/14 - ધવલ કુલકર્ણી (GL) vs RCB, બેંગ્લુરુ, 2016 Q1
2: અનિલ કુમ્બલેની બરાબરી કરી -
આકાશ મધવાલે પાંચ રન આપીને વિકેટ લીધી હતી. આ IPLમાં સંયુક્ત રીતે સૌથી સસ્તી પાંચ વિકેટ છે. આ પહેલા અનિલ કુમ્બલેએ પણ 2009માં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ 5 રનમાં 5 વિકેટો લીધી હતી.
આઇપીએલમાં બેસ્ટ ઇકોનૉમી રેટની સાથે 5 વિકેટનો રેકોર્ડ -
5/5 (ઇકનૉની રેટઃ 1.4) - આકાશ માધવાલ (MI) vs LSG, ચેન્નાઇ, 2023
5/5 (ઇકનૉની રેટઃ 1.57) - અનિલ કુમ્બલે (RCB) vs RR, કેપટાઉન, 2009
5/10 (ઇકનૉની રેટઃ 2.50) - જસપ્રીત બુમરાહ (MI) vs KKR, મુંબઇ ડીવાય પાટિલ, 2022
3: સતત ચાર વિકેટો લેનારો મુંબઇનો બીજો બૉલર -
હવે મધવાલ પણ આઈપીએલમાં સતત ચાર કે તેથી વધુ વિકેટો ઝડપનારા બૉલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેને પોતાની છેલ્લી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચાર વિકેટ લીધી હતી. 2012માં પણ આ જ પરાક્રમ મુનાફ પટેલે કર્યું હતું. તે IPLમાં સતત ચાર વિકેટો લેનારો મુંબઈનો બીજો ખેલાડી છે.
4: આઇપીએલમાં કોઇ અનકેપ્ડ પ્લેયરની બેસ્ટ બૉલિંગ -
આકાશ માધવાલે અનકેપ્ડ ખેલાડી તરીકે જે પરાક્રમ કર્યું છે, તે બૉલિંગની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. અનકેપ્ડ પ્લેયર એટલે કે જેને હજુ સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
5/5 - આકાશ માધવાલ (MI) vs LSG, ચેન્નાઇ, 2023
5/14 - અંકિત રાજપૂત (KXIP) vs SRH, હૈદારબાદ, 2018
5/20 - વરુણ ચક્રવર્તી (KKR) vs DC, અબુધાબી, 2020
5/25 - ઉમરાન મલિક (SRH) vs GT, મુંબઇ વાનખેડે, 2022