શોધખોળ કરો

IPL Update: કેપ્ટન કૂલ ધોનીની આ છેલ્લી IPL ? ધોનીના સંન્યાસ અંગે શું આવ્યા મોટા સમાચાર, જાણો

જ્યારે પ્રથમ ક્વૉલિફાયર મેચ રમાઇ રહી હતી, તે સમયે કૉમેન્ટ્રી ટીમના સભ્યો ધોની સાથે સંન્યાસ વિશે જુદીજુદી રીતે વાત કરવા માંગતા હતા

IPL Update: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફ્સની બે મેચો રમાઇ ચૂકી છે, કેપ્ટન કૂલ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ ક્વૉલિફાયર ગુજરાત સામે જીતીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને બીજા સ્થાન માટે ક્વૉલિફાયર 2 મેચ રમાવવાની બાકી છે, ત્યારે કેપ્ટન કૂલ ધોનીના સંન્યાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ જગત અને ફેન્સ છેલ્લા કેટલાય સમયથી કયાસ લગાવી રહ્યાં કે, શું ધોનીની આ છેલ્લી આઇપીએલ છે, કે પછી આગામી સિઝનમાં ધોની મેદાનમાં રમતો દેખાશે, પરંતુ હવે ધોની અંગે આ મોટુ અપડેટ સામે આવ્યુ છે.  

ખાસ વાત છે કે જ્યારે પ્રથમ ક્વૉલિફાયર મેચ રમાઇ રહી હતી, તે સમયે કૉમેન્ટ્રી ટીમના સભ્યો ધોની સાથે સંન્યાસ વિશે જુદીજુદી રીતે વાત કરવા માંગતા હતા, પરંતુ દરેક વખતે ધોનીએ ચાલાકીપૂર્વક પ્રશ્ન ટાળ્યો હતો. જોકે, હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે આગામી વર્ષે ધોનીને રમવાના નિર્ણયને લઈને નિવેદન આપ્યું છે. RevSportz સાથે વાત કરતાં તેમણે કહ્યુ હતુ કે, જુઓ, મને પૂરી આશા છે કે ધોની IPLમાં રમવાનું ચાલુ રાખશે. આ એવી વસ્તુ છે કે આખો દેશ તેને ઈચ્છે છે. હવે જોઈએ કે તેઓની આ વાત કેટલી સાચી પડે છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં પણ રમી શકે છે, આ અંગે હવે ખુદ ટીમના સીઇઓ ખુલાસો કર્યો છે, ધોનીની આ સિઝન 16ની વાત કરીએ તો તે ટૂર્નામેન્ટ દરમિયાન છેલ્લી ઓવરોમાં જબરદસ્ત બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેને 14 મેચમાં 51ની એવરેજથી 103 રન બનાવ્યા છે જેમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીનો આ સિઝનમાં સ્ટ્રાઈક રેટ 190 છે.

IPL: ધોનીની CSK 10મી વખત ફાઇનલમાં પહોંચી, આવો શાનદાર રહ્યો છે રેકોર્ડ

Chennai Super Kings In IPL: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ની બીજી સૌથી સફળ ટીમ છે. ચેન્નાઈ અત્યાર સુધી ચાર વખત ટાઈટલ જીતી ચુકી છે. તે જ સમયે, ટીમે 23 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચ જીતીને IPL 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. CSK IPLમાં તેની 14મી સિઝન રમી રહી છે અને આમાં ટીમે 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ એવી ટીમ છે જે સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઈએ 2008માં IPLની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ટીમને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, CSKએ 2010માં બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યારે ટીમે મુંબઈને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું. બીજી તરફ, પછીના વર્ષે એટલે કે IPL 2011માં પણ ચેન્નાઈએ ફાઇનલમાં જગ્યા બનાવીને પોતાનું નામ રોશન કર્યું, ત્યારબાદ ચેન્નાઈએ RCBને ટાઈટલ મેચમાં હરાવી.

આ પછી ટીમ 2012, 2013 અને 2015માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ટીમને અનુક્રમે બે વખત કોલકાતા અને મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ટીમ ફરી એકવાર 2018 માં ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી, જ્યારે CSK એ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને તેનું ત્રીજું IPL ટાઇટલ જીત્યું. જ્યારે, ચેન્નાઈ આવતા વર્ષે એટલે કે 2019માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ પછી તેને મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, 2021 માં, ચેન્નઈએ 9મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો અને KKRને હરાવીને તેનું ચોથું ટાઇટલ જીત્યું. હવે ફરી એકવાર ટીમે IPL 2023ના ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નાઈની આ 10મી ફાઈનલ હશે, જે 28 મેના રોજ રમાશે. આ વખતે ચેન્નાઈ આઈપીએલમાં તેની 12મી સીઝન રમી રહી છે. ચેન્નાઈ અત્યાર સુધી રમાયેલી 9 ફાઈનલમાંથી 5માં હારી છે અને 4માં જીત મેળવી છે.

2008 વિ રાજસ્થાન રોયલ્સ - હાર.

2010 વિ મુંબઈ ઈન્ડિયન્સ - જીત.

2011 vs RCB – જીત.

2012 વિ કેકેઆર - હાર.

2013 વિ મુંબઈ ઈન્ડિયન્સ - હાર.

2015 વિ મુંબઈ ઈન્ડિયન્સ - હાર.

2018 વિ સનરાઇઝર્સ હૈદરાબાદ – જીત.

2019 વિ મુંબઈ ઈન્ડિયન્સ - હાર.

2021 વિ KKR – જીત. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
Embed widget