![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SRH vs KKR IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટથી શાનદાર જીત, રાહુલ ત્રિપાઠીના 71 રન
આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો મેદાનમાં ઉતરશે.
LIVE
![SRH vs KKR IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટથી શાનદાર જીત, રાહુલ ત્રિપાઠીના 71 રન SRH vs KKR IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદની 7 વિકેટથી શાનદાર જીત, રાહુલ ત્રિપાઠીના 71 રન](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Background
આઇપીએલમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેબ્રૉન સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી બન્ને ટીમો આજે ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે. એકબાજુ શ્રેયસ અય્યરની કેકેઆર છે જે છેલ્લી મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે બીજીબાજુ કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ છે જે છેલ્લી બે મેચોમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે કેકેઆરમાં વિસ્ફોટક બેટ્સમેનની એન્ટ્રી લગભગ નક્કી છે, તો હૈદરાબાદની ટીમ આજે યુવાને તક આપવા માટે તૈયાર છે.
હૈદરાબાદે 7 વિકેટથી શાનદાર જીત મેળવી
આઈપીએલમાં હૈદરાબાદનો સામનો કોલકાતા સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે માર્કરમ અને રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સના આધારે સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. હૈદરાબાદે 7 વિકેટથી શાનદાર જીત મેળવી છે.
રાહુલ ત્રિપાઠી 71 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 15.3 ઓવરમાં 146 રન થયો છે. રાહુલ ત્રિપાઠી આક્રમક ઈનિંગ રમી 71 રન બનાવી આઉટ થયો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 100 રનને પાર
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર 100 રનને પાર થયો છે. રાહુલ ત્રિપાઠીએ શાનદાર ઈનિંગ રમતા 21 બોલમાં 50 રન ફટકાર્યા છે. હૈદરાબાદનો સ્કોર 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 105 રન થયો છે.
હૈદરાબાદની ટીમને બીજો મોટો ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. વિલિયમસન 17 રન બનાવી આઉટ થયો છે. હૈદરાબાદે 5.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 39 રન બનાવી લીધા છે.
રાહુલ ત્રિપાઠી 11 રને રમતમાં
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લક્ષ્યાંકનો પીછો કરતા 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 27 રન બનાવી લીધા છે. વિલિયમસન 7 રન બનાવી અને રાહુલ ત્રિપાઠી 11 રન બનાવી રમતમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)