IPL 2022: ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે આ મિસ્ટ્રી ગર્લ, દિલ્હી સામેની મેચના ફોટો થયા વાયરલ
આઈપીએલ 2022માં મુંબઈ ઈંડિયન્સની ટીમે ભલે ખરાબ પ્રદર્શન કર્યું હોય પરંતુ ટીમે પોતાની છેલ્લી મેચમાં દિલ્હીને હરાવીને ફેન્સનું દિલ જીતી લીધું હતું.
આઈપીએલ 2022માં મુંબઈ ઈંડિયન્સની ટીમે ભલે ખરાબ પ્રદર્શન કર્યું હોય પરંતુ ટીમે પોતાની છેલ્લી મેચ જીતીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. મુંબઈ ઈંડિયન્સના સૌથી મોંઘા ખેલાડી ઈશાન કિશને શનિવારે યોજાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશન જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની ગર્લફેન્ડ પણ દેખાઈ હતી.
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતી હુંડિયા છે અને તેમના સંબંધના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જો કે, ઈશાન અને અદિતીના સંબંધ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. ઘણીવાર અદિતી હુંડિયા મેચ દરમિયાન નજરે પડતી હોય છે. દિલ્હી કેપિટલ્સ સામે ઈશાન કિશન જ્યારે તોફાની બેટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન અદિતી અને તેની બહેનપણી સ્ક્રિન પર દેખાઈ હતી. ત્યાર બાદ બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા અને કેટલાક લોકોએ અદિતીને ઈશાન કિશનનો લકી ચાર્મ ગણાવી હતી.
Ishan Kishan’s girlfriend is in the stands tonight#IPL2022 pic.twitter.com/0eSQOrq6sW
— India Fantasy (@india_fantasy) May 21, 2022
અદિતી હુંડિયાની વાત કરીએ તો તે એક ફેશન મોડલ છે. અદિતી વર્ષ 2017માં મિસ ઈંડિયા કોન્ટેસ્ટની ફાઈનલિસ્ટ રહી ચુકી છે. સાથે જ 2018માં અદિતી મિસ સુપરનેશનલ ઈંડિયાનો ખિતાબ પણ જીતી ચુકી છે. અદિતી શનિવારે પોતાની દોસ્ત કશિકા કપૂર સાથે મેચ જોવા આવી હતી. કશિકા કપૂર પણ એક મોડલ છે. હાલ આ બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
IPL cameraman >>>> IPL pic.twitter.com/101abL1kNU
— Ash (@anguuu20) May 21, 2022
આ પણ વાંચોઃ